taliona tale - Geet | RekhtaGujarati

તાલીઓના તાલે

taliona tale

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
તાલીઓના તાલે
અવિનાશ વ્યાસ

તાલીઓના તાલે

ગોરી ગરબે ઘૂમી ગાય રે,

પૂનમની રાત ઊગી પૂનમની રાત

આસમાની ચૂંદડીનાં લ્હેરણિયાં લ્હેરાય રે;

પૂનમની રાત ઊગી પૂનમની રાત!

ગોરો ગોરો ચાંદલિયો,

દિલ ડોલાવે નાવલિયો,

કહેતી મનની વાત રે!

પૂનમની રાત ઊગી પૂનમની રાત!

ઓરી ઓરી આવ ગોરી, ઓરી ઓરી,

ચાંદલિયે હીંચોળી ત્હારા હૈયા કેરી દોરી,

રાતડી રળિયાત રે!

પૂનમની રાત ઊગી પૂનમની રાત!

ગરબે ઘૂમો ગોરી, ગરબે ઘૂમો,

રૂમઝૂમો, ગોરી, રૂમઝૂમો,

રાસ રમે કેવો ચાંદલિયો, જમુનાજીને ઘાટ રે!

પૂનમની રાત ઊગી પૂનમની રાત!

સ્રોત

  • પુસ્તક : તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે... (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012