mari gagarDiman - Geet | RekhtaGujarati

મારી ગાગરડીમાં

mari gagarDiman

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
મારી ગાગરડીમાં
અવિનાશ વ્યાસ

મારી ગાગરડીમાં ગંગાજમના રે

પનઘટ પાણી મારે જાવાં નથ.

નથ નીર હવે બીજાં મારે ખપનાં રે

પનઘટ પાણી મારે જાવાં નથ.

ભરી રે તલાવડીમાં ચંદરનો છાંયો,

પાણી રે ભરતાં મારે બેડલે પુરાયો,

મારી ગાગરડીમાં પાણી પૂનમનાં રે

પનઘટ પાણી મારે જાવાં નથ.

ઘટમાં પાણી, ઘૂંઘટમાં પાણી.

પાણીથી પાણી કરે વાતું છાની,

મારી ગાગરડીમાં પાણી તનમનનાં રે

પનઘટ પાણી મારે જાવાં નથ.

ઘટમાં પાણી, ઘૂંઘટમાં પાણી.

પાણીથી પાણી કરે વાતું છાની,

મારી ગાગરડીમાં પાણી તનમનનાં રે

પનઘટ પાણી મારે જાવાં નથ.

ઘટમાં પાણી, ઘૂંઘટમાં પાણી.

પાણીથી પાણી કરે વાતું છાની,

મારી ગાગરડીમાં પાણી તનમનનાં રે

પનઘટ પાણી મારે જાવાં નથ.

સ્રોત

  • પુસ્તક : કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો (પૃષ્ઠ ક્રમાંક 173)
  • સર્જક : અવિનાશ વ્યાસ
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006