dukal geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તળાવ-કૂવા–વાવ નગરની ભીંતે ભીંતે રાવ, અરિ મયણલ્લા.

તરસ્યાં છોરું, મૂતરે કોરું, માટી હડહડ તાવ, અરિ મયણલ્લા,

ભર ભાદરવે ચૈતરના ભણકાર પડે ને વગડા વચ્ચે

જળજળનો દેકારો થઈ ને

ઝળઝળ ઝળઝળ ઝાળ બળે બાવળના પગમાં

આંખોમાં અંધારાં ઘૂઘવે કંઠે ભડકાભેર ઝરેળે

વાદળ વાદળની ઝંખા ને

ઝંખાને આકાર લઈને તરસી પાંખો ફાટી પડતી ખગમાં

ડિબાંગ કાળા ઓળાના ઊતરાવ,

જીવને ચેામાસું છંટાવ, અરિ મયણલ્લા.

તળાવ-કૂવા-વાવ નગરની ભીંતે ભીંતે રાવ, અરિ મયણલ્લા.

નૈં ઉપર આકાશ, નીચે પાણીમાં રે સરસર વહેતા

પડછાયા શું બાકોરું

રે હડી કાઢતા ઉનાળાની લૂ ને સૂચવે

ડિલે ડસતા વા-વાદળના ભણકારા થઈ આંસુ

આવે કે ફોરું તે

સમજ પડયાની પ્હેલાં તો ચોમાસે પાણી સૂસવે

અમને લગરીક ભાસ થવાના ભાવ અમારી માટોડીમાં નાવ,

અરિ મયણલ્લા.

તરસ્યા છોરું, મૂતરે કોરું, માટી હડહડ તાવ, અરિ મયણલ્લા.

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય - કવિતા (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સંપાદક : મફત ઓઝા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1984