kuumpal phuutyaanii vaat - Geet | RekhtaGujarati

કૂંપળ ફૂટ્યાની વાત

kuumpal phuutyaanii vaat

ભાનુપ્રસાદ પંડ્યા ભાનુપ્રસાદ પંડ્યા
કૂંપળ ફૂટ્યાની વાત
ભાનુપ્રસાદ પંડ્યા

કૂંપળ ફૂટ્યાની વાત વાયરો જાણે ને જાણે ડાળ!

આપણે તો બોલીએ ખોટું નરાતળ!

મા’સુદી પાંચમે દખ્ખણથી આવીને

ફરફરતું કો’ક હશે અડક્યું

પીળુડે પાંદડે રોયેલી દાંડલીનું

ઓશિયાળું ભીતરેંય થડક્યું!

ટશર્યું ફૂટ્યાની વાત તડકો જાણે ને જાણે તાલ!

કૂંપળ ફૂટ્યાની વાત વાયરો જાણે ને જાણે ડાળ!

મરકી રતૂમડું લીલુડે ઘરચોળે

સીમ આખીનું ઢંકાતું રૂપ

અમથા જરીક સૂકા પાંદડાને ખોંખારે

મીઠા કંઠ તણું ગાન થાય ચૂપ!

ભોંઠા પડ્યાની વાત ફાગણ જાણે ને જાણે ગાલ!

કૂંપળ ફૂટ્યાની વાત વાયરો જાણે ને જાણે ડાળ!

આપણે તો બોલીએ ખોટું નરાતાળ!

બાઈ, ખોટું નરાતાળ!

સ્રોત

  • પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી, ૧૯૭૦ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ