રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસાવ સૂનાં ચરિયાણમાં મચ્યો કેવડો તે કલશોર
આજ ફરી કંઈ કેટલા દિ'એ આવર્યાં રે'તાં આભથી ઓલ્યા
તડકે કાઢી કોર!
પાંદને જાણે પાંખ ફૂટી હોય
એટલાં તે સઈ સૂડાં,
અણકથી ઉર-એષણાં સમા
કરતાં ઊડંઊડા!
ટૌ'કાની ભરમારમાં ભળ્યા અડખે પડખે અમરાઈથી
મ્હેંકતા ખાંતે મોર!
સાવ સૂનાં ચરિયાણમાં મચ્યો કેવડો તે કલશોર...
નવજાયાં ને આમ તો માને
આંચળ વળગ્યાં રે'તાં,
હરખે ચોગમ હડિયું કાઢે
પાડરાં ભાંભર દેતા,
લાખ જોને આ દોડતી વાંહે તોય ક્યાં વા'લાં ચાનક ચડ્યાં
ઝાલવા દિયે દોર?!
સાવ સૂનાં ચરિયાણમાં મચ્યો કેવડો તે કલશોર....
મારોય હાયે જીવ ના ઝાલ્યો
જાય એવું આજ ભાવે,
અમથું અમથું નામ નવું એક
ઓઠપે રમતું આવે,
(ને) ઘૂઘર ટાંક્યા કાપડા હેઠે સળવળ થાતાં વરતી રહું
વીંછું રાતા ચોળ!
સાવ સૂનાં ચરિયાણમાં મચ્યો કેવડો તે કલશોર...
(૧૯૭૮)
saw sunan chariyanman machyo kewDo te kalshor
aj phari kani ketla die awaryan retan abhthi olya
taDke kaDhi kor!
pandne jane pankh phuti hoy
etlan te sai suDan,
anakthi ur eshnan sama
kartan uDanuDa!
taukani bharmarman bhalya aDkhe paDkhe amraithi
mhenkta khante mor!
saw sunan chariyanman machyo kewDo te kalshor
nawjayan ne aam to mane
anchal walagyan retan,
harkhe chogam haDiyun kaDhe
paDran bhambhar deta,
lakh jone aa doDti wanhe toy kyan walan chanak chaDyan
jhalwa diye dor?!
saw sunan chariyanman machyo kewDo te kalshor
maroy haye jeew na jhalyo
jay ewun aaj bhawe,
amathun amathun nam nawun ek
othpe ramatun aawe,
(ne) ghughar tankya kapDa hethe salwal thatan warati rahun
winchhun rata chol!
saw sunan chariyanman machyo kewDo te kalshor
(1978)

સ્રોત
- પુસ્તક : છોળ (પૃષ્ઠ ક્રમાંક 67)
- સર્જક : પ્રદ્યુમ્ન તન્ના
- પ્રકાશક : પ્રસાર, ભાવનગર
- વર્ષ : 2000