તારી આ ધરતી પર તારા થઈ રહેવું ને
taarii aa dhartii par taaraa thai rahevun ne
કલ્પેશ રામાનુજ
Kalpesh Ramanuj
તારી આ ધરતી પર તારા થઈ રહેવું ને
taarii aa dhartii par taaraa thai rahevun ne
કલ્પેશ રામાનુજ
Kalpesh Ramanuj
કલ્પેશ રામાનુજ
Kalpesh Ramanuj
તારી આ ધરતી પર તારા થઈ રહેવું ને,
તારા દીધેલા ડામ દાઝવા!
બોલ કેટલા અબોલા હવે રાખવા?
છાતીમાં હણહણતી ચીસો છુપાવી છે કોઈ કાન માંડે તો સાંભળે;
પાંપણની આડશમાં હળવેથી ઝાંખીને આંસુ કહે છે મને કાઢને!
અંગ સડી જાય એને વાઢી શકાય પણ લોહીના તો ભાગ કેમ પાડવા!
બોલ કેટલા અબોલા હવે રાખવા?
પાંસળીની પીડામાં જીવડો દુભાય એની પરસાળે ઝીણું ઝીણું ગાંગરે;
એમાંથી નીકળેલી લાગણીની ભઠ્ઠીમાં મારું વિષાદ ગીત પાંગરે,
માટીમાં ભળવાનો જાગ્યો અભરખો આ દુનિયાના ઝેર નથી ચાખવા!
બોલ કેટલા અબોલા હવે રાખવા?
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
