sanj Dhale ne - Geet | RekhtaGujarati

સાંજ ઢળે ને

sanj Dhale ne

વિમલ અગ્રાવત વિમલ અગ્રાવત
સાંજ ઢળે ને
વિમલ અગ્રાવત

સાંજ ઢળે ને આવે તારા સ્મરણોનું અજવાળું.

સાજણ! કેમ કરી સંભાળું?

એક અમસ્થી અટકળ લઈને કેમ બધું સંભાળું?

ભીંત,ટોડલો,આંગણ,ઉંબર ને હોવું મારું,

ઉજાગરા આંખોમાં આંજી શમણાં પાછા વાળું.

સાજણ! કેમ કરી સંભાળું?

ઉભડક જીવે બારસાખ પર સૂક્કાં તોરણ ઝૂલે,

સૂરજનું છેલ્લું કિરણ લઈ ઇચ્છા અઢળક ખૂલે,

પાંગત પર બેસીને ઠાલાં પડછાયા પંપાળું.

સાજણ! કેમ કરી સંભાળું?

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.