ek ganmeti geet - Geet | RekhtaGujarati

એક ગાંમેતી ગીત

ek ganmeti geet

મધુકાન્ત કલ્પિત મધુકાન્ત કલ્પિત
એક ગાંમેતી ગીત
મધુકાન્ત કલ્પિત

ઇન્ની માનો...દરિયે હેનો?

હેનું દરિયું ફરિયું?

અડફેટામાં પાંણીનો એક રેલ્લો આયો

ઇમાં મારું છબાક સપનું સૅજ ભેંજાણું;

લીલાડાની ઢગલીઓના દેશવટામાં

મારું કોતી બચબચ અંધારું ચૂહવાનું ચેવું ટાંણું?

ઇન્ની બુન્નો...શવાશ જેવો શવાશ

છાતી છાંયે બેઠા હોય વેળા

કહકહ કરતું કુણ બધે હરવરિયું?

વેરઈ જા, કઉસુ વેરઈ જા હવાર

ફૂટ્યો હાથામાં રાતોનો ફોલ્લો કાંક વિહારે પાડું,

તડાક્ કરતી અજવાળાની તેડ તૂટે જો કાંના

ઊંડે ઊંડે બારે મેહ ભરી હંભાર જગાડું…

ઇન્ની બુન્નું ટેંપા જેવડું મંન તે હાળું

મલકનો લઈ વેભવ આંશો પર એવું તરવરિયું?

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 202)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981