સૂરજ ને સાગરના સહિયારા સ્નેહને જ વાદળ કે મેહ ગણી લેજો
suuraj ne saagarnaa sahiyaaraa snehne j vaadal ke meh ganii lejo
મધુસૂદન પટેલ
Madhusudan Patel
સૂરજ ને સાગરના સહિયારા સ્નેહને જ વાદળ કે મેહ ગણી લેજો
suuraj ne saagarnaa sahiyaaraa snehne j vaadal ke meh ganii lejo
મધુસૂદન પટેલ
Madhusudan Patel
મધુસૂદન પટેલ
Madhusudan Patel
સૂરજ ને સાગરના સહિયારા સ્નેહને જ વાદળ કે મેહ ગણી લેજો,
ત્રીજું પણ કોઈ નામ તમને જો સૂઝે તો હળવેથી અમને પણ ક્હેજો.
સાગરમાં છમ્મ કરી સંતાઈ જાય, ફરી સાગરને બાળવા પધારે,
ઉત્તર ને દખ્ખણનો રૂડો મેળાપ અહીં સદીઓથી થાય છે સવારે!
મગની બે ફાડ ક્યાંક રિસાતી ભાળો તો આ બેનો દાખલો જ દેજો.
સૂરજ ને સાગરના સહિયારા સ્નેહને જ...
ઝીણી આંખેય કદી પામી શકાય નહીં, એમની આ લીલાની ઝાંકી,
જીવોની જાણ બહાર કરતા ખારાશની કેવી આબાદ બાદબાકી!
બાખડતા બાંધવને કહેજો; કુટુંબ કાજ સૂરજ ને સાગર થઈ રહેજો.
સૂરજ ને સાગરના સહિયારા સ્નેહને જ...
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
