શ્રી રામજી કેરે ચરણે નમીને, સીતા કાંચળી પ્રીતે રે;
શ્રી રામ લક્ષ્મણનું વંદન કરીને, ગાવું છું નૌતમ; હો રમતાં રઢ લાગી રાણીને. ૧
દશરથસુતે આજ્ઞા પાળી, ઘર તજી ચાલ્યા વંન રે;
લક્ષ્મણ બંધવ જોડે લીધો, સ્નેહ ગાવું ધંન ધંન. હો રમતાંo ૨
પંચવટીમાં નિવાસ કરીને, આનંદ બહુ ઉપજાવે રે;
દિન પ્રત્યે ચોપટ બહુ ખેલે, જાનકીને મન ભાવે. હો રમતાંo ૩
પર્ણકુટીમાં સરોવર પાસે, જ્યાં ખેલે સીતારામ રે;
કનકતણો કૂરંગ દીઠો એક, આવ્યો તેણે ઠામ. હો રમતાંo ૪
સોનાનાં શીંગ ને ત્વચા કનકની, નાભિયે કસ્તુરી બેહેકે રે;
ડમરો ચરતાં દીઠો જાનકિયે, નાચે નૌતમ લેહેકે . હો રમતાંo ૫
સીતા— તે દેખી સીતાને રઢ લાગી, રામ એ મૃગ મારી લાવો રે;
આપણે જ્યારે અજોધ્યા જઈશું, કાંચલડી શીવડાવો. હો રમતાંo ૬
રામ— સરોવર તીરે મૃગલો ઉભો, દીસંતો ઘણો રુડો રે;
ઘેલી સીતા ઘેલું શું બોલો, મૃગ છે હૈયાનો કૂડો. હો રમતાંo ૭
બ્રહ્માએ જ્યારે સૃષ્ટિ રચી ત્યારે, સોનાનો નથી નિપજાવ્યો રે;
નથી દીઠો નથી શ્રવણે સાંભળ્યો, કોઈક કારમો આવ્યો. હો રમતાંo ૮
સીતા— પ્રત્યક્ષ પારખું મારા પીયુજી, સાચો હશે તો સહાશે રે;
કૂડ કપટથી આવ્યો હશે તો, હમણાં ફીટી જાશે. હો રમતાંo ૯
રામ— સાચો હોય તેને ક્યમ હણિયે, ક્યાં ગયું તમારું જ્ઞાન રે;
પોતાના સ્વારથને માટે, લ્યો છો પશૂના પ્રાણ. હો રમતાંo ૧૦
સીતા— સીતા કહે સાંભળો રઘુનંદન, વિદ્યા તમારી કાચી રે;
ઉજાતો મારિ લાવો મૃગને, તો જાણું વિદ્યા સાચી. હો રમતાંo ૧૧
રામ— બીજાં વિદ્યાનાં કામ ઘણાં છે, શાખા પત્ર ફળ ફૂલ રે;
પોતાનો સ્વારથ સરતો હોય તો, પાપ ન કરિયે મૂળ. હો રમતાંo ૧૨
સીતા— સીતા કહે એક મૃગને હણતાં, શાનું બેસે કર્મ રે;
મહારાજાને મૃગયા રમવી, ખરો ક્ષત્રીનો ધર્મ. હો રમતાંo ૧૩
રામ— મૃગયા માટે અમે નથી આવ્યા, અમને શાની આશરે;
જ્યાં જેવે આશ્રમે રહેવું, ત્યાં તેવો અભ્યાસ. હો રમતાંo ૧૪
સીતા— સાધુપણાં જ્યારે એવાં આદર્યાં, ધનુષબાણ શાને ઝાલો રે;
સાધુ થઈને રહો એકાંતે, ધર્મ પોતાનો પાળો. હો રમતાંo ૧૫
રામ— રામ કહે એ રાજપુત્રને, લખિયાં છે એંઘાણ રે;
કદાપિ કોઈ બળિયો દુઃખ દે તો, તેના લેવા પ્રાણ. હો રમતાંo ૧૬
સીતા— શૂર્પનખા—ભગિની રાવણની, તેનો શો વાંક રે;
વણ અપરાધે તે અબળાનાં, છેદ્યાં કર્ણ ને નાક. હો રમતાંo ૧૭
રામ— શૂર્પનખા કહે મુજને પરણો, તે મારે મન નવ ભાવે રે;
એકથકી અમે વાજ આવ્યા તો, બીજીને કોણ લાવે. હો રમતાંo ૧૮
સીતા— સંસારમાં જ્યારે રહેવું કંથજી, કાયર થયે કેમ ચાલે રે;
સંસારનો લાવો મારા કંથજી, નારિ માગે તે આલે. હો રમતાંo ૧૯
રામ— ઘેર બેઠાં માગો તે આલું, કાયર ન થાઊં કયમ રે;
વનમાં આવીને લેવાં રુષણાં, નહીં સતીનો ધર્મ. હો રમતાંo ૨૦
સીતા— એવો કમખો મેં નથી પેર્યો, કોટિ ઉપાયે કંથ રે;
જાત ભલી ને ભાત અનોપમ, ઉજ્જ્વલ અંગ અનંત. હો રમતાંo ૨૧
રામ— એથી રુડો કમખો શીવડાવું, સોનાના તાર નંખાવું રે;
વારુ ફુલ ઉપર વેલ ફરતી, વચે મોતી ટંકાવું. હો રમતાંo ૨૨
સીતા— નિપજાવી જે વસ્તુ નીપજે, તેમાં તે શી વડાઈ રે;
અણનિપજી ને અમુલ્યક જેની, જગમાં દિસે જુગતાઈ. હો રમતાંo ૨૩
રામ— એવા સ્વાદ હતા જ્યારે તમને, શિદ આવ્યાં છો સાથે રે
ઘેર બેઠાં નવ રહીરે ઘેલી, ઓઢત પહેરત ખાંતે. હો રમતાંo ૨૪
સીતા— પતિવ્રત મારું વ્રત પાળવું, પ્રિય વિના કેમ રહેવાય રે;
એક ઘડી નવ દેખું તો, બ્રહ્માંડ વહીને જાય. હો રમતાંo ૨૫
રામ— પતિવ્રતા જે હોય પ્રેમદા, પિયુનું માને વચંન રે;
મૂખે ન માગે હૈયામાં દાઝે, ધીરજ રાખે મંન. હો રમતાંo ૨૬
સીતા— દેખ્યા પાખે શાનું દાઝે, નજર પડે મોહ લાગ્યો રે;
થોડું કામ ન આળસ કરવું, હજી નથિ ગયો આઘો. હો રમતાંo ૨૭
રામ— એ અણસરજ્યું દુઃખ કોણ ભોગવે, થોડા સુખને વાસ્તે રે;
વ્યાજ વધારતાં જાય સમૂળમાં, ત્યારે રહિયે હાથ ઘસતે. હો રમતાંo ૨૮
સીતા— વસ્તુ રાખીને દામ આપિયે, ત્યારે જાયે ક્યમ રે;
રળિયે તો મળિયે મોહનજી, નિષ્ફળ ન હોય ઉદ્યમ. હો રમતાંo ૨૯
રામ— ઓછું હોય તે ઉદ્યમ માંડે, આપણે સરવે સૂખ રે;
જળ કાંઠે રહીને જે કૂવો, ખોદે તે મૂરખ. હો રમતાંo ૩૦
સીતા— સરિતાનાં જળ હોય ભારે ને, કૂપનાં ઉત્તમ કારી રે;
મહા જોગીયે મૃગત્વચા ગ્રહી, જો દીઠી કાંઈ સારી. હો રમતાંo ૩૧
રામ— તેને તે વસ્તુ વારુ વિનતા, જેને જે આવે ભોગ્ય રે;
ગૃહસ્થને રાજરિદ્ધિ રુડી ને, જોગીને રુડો જોગ. હો રમતાંo ૩૨
સીતા— ભલી ભુંડી અમારે ભાગ્યે તે, જેવી શરીરે સોહિયે રે;
એવી કંચુકી આજ ન મળે, તે માટે મન મોહિયે. હો રમતાંo ૩૩
રામ— એવડો મોહ ન ધરિયે માનિની, મનમાં સંતોષ સાહિયે;
જ્યારે જેવું મળે તે અનુભવિયે, ઝાઝાને નવ ધાઈયે. હો રમતાંo ૩૪
સીતા— સીતા કહે સા માટે ન કરિયે, સ્વાદ નવો નવો લેવો રે;
જોબનનો લાવો જુગજીવન, દિવસ ચારનો એ મેવો. હો રમતાંo ૩૫
રામ— અવસર કાંઈ ઓળખતી નથી. જેવો વેષ તેવું રમવું રે;
આપણે રાજ્યની રિદ્ધિ તજીને, આજે વનમાં ભમવું. હો રમતાંo ૩૬
સીતા— દુઃખના દિવસ કાલે વહી જશે, વહાણે પામશો રાજ્ય રે;
સવેળાનું સંઘરયું હોય તો, અવસરે આવે કાજ. હો રમતાંo ૩૭
રામ— રાજ્ય બેસીશું ત્યારે મળશે, જેવી જોઈએ તેવી જાત રે;
ચૌદ વરસ વનમાં ભમવું તો, રાત આડીની શી વાત. હો રમતાંo ૩૮
સીતા— સીતા કહે શા માટે ન માગું, તમ સરખો પિયુ જ્યારે રે;
લક્ષ્મણ સરખા દિયરજી મારે, લાડ કરું પછી ક્યારે. હો રમતાંo ૩૯
રામ— રામ કહે તને એ શી લલુતા, અબળાનો અવતાર રે;
વનમાં રહીને જે લોભ કરવો, ન હોય એ ધર્મ લગાર. હો રમતાંo ૪૦
સીતા— સીતા કહે સાંભળો મારા પિયુજી, ઝાઝું કહે શું થાય રે;
જે સ્ત્રીને નહિ માન પિયુનું, તે વાયે લીધી જાય. હો રમતાંo ૪૧
રામ— રામ કહે તું વહાલી ન હોય તો, શિવનું ધનુષ સાને ભાંજું રે;
ફરશુરામ સાથે જુધ કરીને, અયોધ્યામાં ગાજું. હો રમતાંo ૪૨
સીતા— મનસા વાચાએ વહાલી હઊં તો, કહ્યું કરો મુજ કંથ રે;
ઘડી અધઘડી જો વિલંબ કરશો તો, પ્રાણનો આણિશ અંત. હો રમતાંo ૪૩
રામ— રામ કહે હૈયે નવ હારો, આટલો દી રમી જઈશ રે;
તમન જ્યારે તેડી લાવ્યો, જે કહેશો તે સહીશ. હો રમતાંo ૪૪
સીતા— એ સોગટડે હવે કાલે રમાશે, હું નહિ ઢાળું પાસા રે;
ઘાડ અધઘાડનો વિલંબ કરશો તો, કાંઈકે જોશો તમાસા. હો રમતાંo ૪૫
રામ— પાસા પછાડીને ધરણીધર ઉઠ્યા, ભાઈને ભળાવી નારી રે;
લક્ષ્મણ બાપ તું મઢિયે રહેજે, મૃગને લાવું મારી. હો રમતાંo ૪૬
પંડિતા— ઘનુષ લેઈ ધાયા ધરણીઘર, કુરંગ ઉપર ડાઢ પીસે રે;
જેમ જેમ ઢુંકો જાય જગજીવન, તેમ તેમ વેગળો દીસે. હો રમતાંo ૪૭
ચાપ ચડાવી મૃગલો માર્યો, મેલ્યું કસીને બાણ રે;
મરતાં મૃગલે ચીસ નાંખી જે, લક્ષ્મણ જાએ પ્રાણ. હો રમતાંo ૪૮
શબ્દ સીતા એ સાંભળ્યો લક્ષ્મણ, રામ તેડે છે તમારો રે;
હરણને હણતાં કષ્ટ પડ્યું છે, શીઘ્ર થઈને સધારો. હો રમતાંo ૪૯
લક્ષ્મણ— લક્ષ્મણ કહે એક હરણને હણતાં, કષ્ટ પડે તે શાંનું રે;
રઘુ સરખા ચીસ નાંખે તે, વાત તો હું નવ માનું. હો રમતાંo ૫૦
સીતા— દક્ષિણ દિશે દિયરિયા મારા, ઝાઝું રાક્ષસ દળ છે રે;
એકલડાં જાણીને જાઓ, બેએ બાવીશનું બળ છે. હો રમતાંo ૫૧
લક્ષ્મણ— એક જ બાણે ચૌદ સહસ્રને, મારે એવો મૂજ ભ્રાત રે;
ચૌદ સહસ્ર ચડીને આવે તો, નવ હારે રઘુનાથ. હો રમતાંo ૫૨
સીતા— વેળા વેળાનાં ફળ છે દીયરિયા, એવડો ગરવ નવ ધરિયે રે;
ક્યારે હારિયે ને ક્યારે જિતિયે, તે માટે સંચરિયે. હો રમતાંo ૫૩
લક્ષ્મણ— લક્ષ્મણ કહે ભાભિ લખ્યું હશે તો, બ્રહ્માએ પાછું ન થાય રે;
તમને વનમાં એકલાં મેલીને, ડગલું નહી ભરાય. હો રમતાંo ૫૪
સીતા— સીતા કહે તને શાનું દાઝે, જુજવી માતા માટે રે;
સગો ભ્રાત શત્રુઘ્ન હોય તો, હમણાં દોડે ઉચાટે. હો રમતાંo ૫૫
લક્ષ્મણ— મુજને રામજી વહાલા ન હોય તો, શીદ આવું હું સાથ રે;
ભોળે ભાવે ભક્તિ કરું છું, જાણીને જ્યેષ્ઠ જ ભ્રાત. હો રમતાંo ૫૬
સીતા— ભક્તિ કરો ને મુજને ન ભાવે, મીઠું બોલ્યે નહિ મીઠું રે;
તુજ દુષ્ટનો વિશ્વાસ ન કરિયે, આજ પારખું દીઠું. હો રમતાંo ૫૭
લક્ષ્મણ— ભલી સીતાજી બુદ્ધિ તમારી, મુજને એવો પ્રમાણ્યો રે;
રાત દિવસ મેં સેવા દીધી, એકે ગુણ નવ જાણ્યો. હો રમતાંo ૫૮
સીતા— સીતા કહે તારા ગુણનું લક્ષણ, પડી વેળા પરમાણ્યું રે;
સાદ સાંભળીને સાંસો કીધો, ત્યારે હેય જણાણું. હો રમતાંo ૫૯
દિયરિયા તુને શાનું દાઝે, વહાલા નહીં શ્રીરામ રે;
બંધવ હોય તો રણમાં દોડે, કરવાને સંગ્રામ. હો રમતાંo ૬૦
લક્ષ્મણ— તમને અહિંયાં કો સારું મેલું, સાંસો કરું છું તેણે રે;
તમને જો લાંછન લાગે તો, વળતા મરિયે મેહેણે. હો રમતાંo ૬૧
સીતા— તેવાં ભોળાં અમે નહિ દિયરિયા, મન વસિયા મહારાજ રે;
અવર પુરુષ સાથે બોલું તો, લાગે કુળને લાજ. હો રમતાંo ૬૨
લક્ષ્મણ— કેટલું બળ તમ અબળાકેરું, તનક તાલ ને હેલા રે;
રાંધ્યું ધાન ને પ્રેમદા સરખી, વણસતાં નહીં વેળા. હો રમતાંo ૬૩
સીતા— સીતા કહે તું શું સમજાવે, સાસુતણા સુત કાલા રે;
એકલો ઉજડમાં શાને જાએ, પ્રાણ તને તારા વહાલા. હો રમતાંo ૬૪
લક્ષ્મણ— મુજને પ્રાણ જો વહાલા હોય તો, શીદ જાઉં હું વંન રે;
વન ફળ મેવા વિંણી લાવું છું, બેઠાં કરો છો ભોજન. હો રમતાંo ૬૫
સીતા— સીતા કહે તું શું દિયરિયા, મુજને રાખે વારી રે;
તું જાણે છે રામ પડે તો, હું ભોગવું આ નારી. હો રમતાંo ૬૬
લક્ષ્મણ— ભલી સીતાજી બુદ્ધિ તમારી, મુજને એવું ન કહિયે રે;
એકે દહાડે હસ્યો હઉં તો, સર્વે સાચું લહિયે. હો રમતાંo ૬૭
સીતા— કપટી હોય તે કોઈશું હસે નહિ, રાખે મનમાં જાણી રે;
જળ કાંઠે બગ ધ્યાન ધરે તે, મચ્છને લેવા તાણી. હો રમતાંo ૬૮
પંડિતા— વચન બાણ વાગ્યાં લક્ષ્મણને, તાપ ઉપન્યો તનમાં રે;
બહુએ પેર પડી લક્ષ્મણને, ઝુરણ લાગી મનમાં. હો રમતાંo ૬૯
શિલુમુખ રેખા કીધી લક્ષ્મણે, દીધી રામની આણ રે;
કુડે કપટે જે કો આવે, તેના જાજો પ્રાણ. હો રમતાંo ૭૦
એમ કહી લક્ષ્મણજી ગાય, તારુણીને લાગ્યો તાપ રે;
કઠણ વચન કહ્યાં દીયરને, તેનું લાગ્યું પાપ. હો રમતાંo ૭૧
લાગ જોઈ લંકાપતિ આવ્યો, પાપિયે ચલાવ્યાં ચરણ રે;
પરદારાને હરવા કારણ, માથે લાવ્યો મરણ. હો રમતાંo ૭૨
ભગવાં વસ્ત્ર ને ભેખ સંન્યાસી, કરમાં કમંડળ ધારયું રે;
ક્ષુધાર્થીને ભિક્ષા આપો, આવી એમ ઉચારિયું. હો રમતાંo ૭૩
આવો પ્રભુજી બેસો ઋષિજી, અમૃત બોલ્યાં વાણી રે;
ઉઠીને આસન ત્યાં આપ્યું, ગૃહસ્થાશ્રમધર્મ જાણી. હો રમતાંo ૭૪
રાવણ— કોણ પિતા કોને ઘેર પરણ્યાં, કોણ તમારો કંથ રે;
ઉજડમાં એકલડાં મેલીને, ક્યાંહાં ગયા બળવંત હો રમતાંo ૭૫
સીતા— જનક પિતા ને દશરથ સસરો, કૌશલ્યાજી સાસુજી;
તાતતણાં વચન પાળવાને, અમે ત્રણે થઈ વન વાસ્યું. હો રમતાંo ૭૬
સોનાના શિંગનો મૃગ આવ્યો, તો કંચુકિની થઈ અભિલાખા રે;
મૃગલો મારવાં પિયુજી ગયા છે, કરીને શિલિમુખ રેખા. હો રમતાંo ૭૭
પંડિતા— શિલિમુખ રેખા ઉપર મેલી પાવડી, પાપી બોલે મર્મ રે;
એ પર પગ મેલી દો ભિક્ષા, રહેશે તમારો ધર્મ. હો રમતાં. રમતાંo ૭૮
પાપીનો પ્રપંચ ન પ્રીછ્યો, ભામિની થઈ હઈયે ભોળી રે;
પોતાની વાત જે પરને કહેશે, તે રહેશે આંખો ચોળી. હો રમતાંo ૭૯
સીતાએ સીતાફળ આપ્યાં, પગ પાવડિયે ધરિયો રે;
ઉપાડી લીધી અબળાને, હરણ કરીને સંચરિયો. હો રમતાંo ૮૦
ત્યારે તારુણિને ત્રાસ જ પડિયો, ધાજો લક્ષ્મણ રામ રે;
આ પાપી કોઈ હરી જાય છે, કરીને દુષ્ટનું કામ. રમતાંo ૮૧
તે શબ્દ સાંભળી પંખી આવ્યો, દશરથનો જે મિત્ર રે;
સીતાને મૂકવા કારણ, માંડ્યું જુદ્ધ વિચિત્ર. હો રમતાંo ૮૨
રાવણે એક કપટ જ કીધું, પર્વત પાછળ રહીને રે;
રુધિરાળા પાષાણ ગળાવ્યા, ભારે પડિયો થઈને. હો રમતાંo ૮૩
ત્યાંથી રાવણ લેઈને ગયો, લંકાના ગઢ માંય રે;
મૃગ મારીને રામજી વળિયા, જે જે રાઘવરાય. હો રમતાંo ૮૪
નથિરે સીતા નથિરે સીતા, નથિરે મઢુલી માંય રે;
કાગારોળ ત્યાં થઈ રહ્યો છે, ચકડોળ વાતે ત્યાંય. હો રમતાંo ૮૫
પગલે પગલે શોધતા તેને, ગયા તે બેહુએ ભાઈ રે;
ઋષ્યમૂક પર્વતમાંહિ પહોંચ્યા, જ્યાં છે વાંદરાનો રાય. હો રમતાંo ૮૬
સુગ્રીવ સાથે કરી મૈત્રી, વાળીને નાંખ્યો મારી રે;
વાળીનું રાજ્ય સુગ્રીવને આપ્યું, ઉપર આલી નારી. હો રમતાંo ૮૭
નર વાનર એકઠા કરીને, સાગર બાંધી પાજ્ય રે;
રાવણને મારી કરીને, વિભિષણને આપ્યું રાજ્ય. હો રમતાંo ૮૮
જુદ્ધ કરી સીતાને લાવ્યા, ઢોલ નિશાન વજડાવી રે;
સીતાજીનાં લાડ પાળ્યાં ને, કાંચલડી શીવડાવી. હો રમતાંo ૮૯
સ્વામી આજ્ઞા ઓળંગીને, મમત ધર્યો બહુ મનમાં રે;
સતી સીતાને દુઃખ ઉપનું, તાપ વ્યાપિયો તનમાં. હો રમતાંo ૯૦
પહેલે સીતાવિવાહ ગાયો, રુકમિણીહરણ રુંડું રે;
સીતા કંચુકી શોભે વરણાવ્યો, કૃષ્ણ વિના સૌ કૂડું. હો રમતાંo ૯૧
સતી ગુણ કૃષ્ણાબાઈ ગાયે, વડનગરમાં વાસ રે;
રામલક્ષ્મણ જાનકીનો જય, સાથે હનુમંત દાસ. હો રમતાંo ૯૨
જે જન હરિગુણ ગાય સાંભળે, તેહતણાં દુઃખ વામે રે;
ધર્મ અર્થ ને કામ મુક્તિ ફળ, ચાર પદારથ પામે. હો રમતાંo ૯૩
shri ramji kere charne namine, sita kanchli prite re;
shri ram lakshmananun wandan karine, gawun chhun nautam; ho ramtan raDh lagi ranine 1
dasharathasute aagya pali, ghar taji chalya wann re;
lakshman bandhaw joDe lidho, sneh gawun dhann dhann ho ramtano 2
panchawtiman niwas karine, anand bahu upjawe re;
din pratye chopat bahu khele, jankine man bhawe ho ramtano 3
parnakutiman sarowar pase, jyan khele sitaram re;
kanakatno kurang ditho ek, aawyo tene tham ho ramtano 4
sonanan sheeng ne twacha kankani, nabhiye kasturi beheke re;
Damro chartan ditho janakiye, nache nautam leheke ho ramtano 5
sita— te dekhi sitane raDh lagi, ram e mrig mari lawo re;
apne jyare ajodhya jaishun, kanchalDi shiwDawo ho ramtano 6
ram— sarowar tere mriglo ubho, disanto ghano ruDo re;
gheli sita ghelun shun bolo, mrig chhe haiyano kuDo ho ramtano 7
brahmaye jyare srishti rachi tyare, sonano nathi nipjawyo re;
nathi ditho nathi shrawne sambhalyo, koik karmo aawyo ho ramtano 8
sita— pratyaksh parakhun mara piyuji, sacho hashe to sahashe re;
kooD kapatthi aawyo hashe to, hamnan phiti jashe ho ramtano 9
ram— sacho hoy tene kyam haniye, kyan gayun tamarun gyan re;
potana swarathne mate, lyo chho pashuna pran ho ramtano 10
sita— sita kahe sambhlo raghunandan, widya tamari kachi re;
ujato mari lawo mrigne, to janun widya sachi ho ramtano 11
ram— bijan widyanan kaam ghanan chhe, shakha patr phal phool re;
potano swarath sarto hoy to, pap na kariye mool ho ramtano 12
sita— sita kahe ek mrigne hantan, shanun bese karm re;
maharajane mrigaya ramwi, kharo kshatrino dharm ho ramtano 13
ram— mrigaya mate ame nathi aawya, amne shani ashre;
jyan jewe ashrme rahewun, tyan tewo abhyas ho ramtano 14
sita— sadhupnan jyare ewan adaryan, dhanushban shane jhalo re;
sadhu thaine raho ekante, dharm potano palo ho ramtano 15
ram— ram kahe e rajputrne, lakhiyan chhe enghan re;
kadapi koi baliyo dukha de to, tena lewa pran ho ramtano 16
sita— shurpankha—bhagini rawanni, teno sho wank re;
wan apradhe te ablanan, chhedyan karn ne nak ho ramtano 17
ram— shurpankha kahe mujne parno, te mare man naw bhawe re;
ekathki ame waj aawya to, bijine kon lawe ho ramtano 18
sita— sansarman jyare rahewun kanthji, kayar thaye kem chale re;
sansarno lawo mara kanthji, nari mage te aale ho ramtano 19
ram— gher bethan mago te alun, kayar na thaun kayam re;
wanman awine lewan rushnan, nahin satino dharm ho ramtano 20
sita— ewo kamkho mein nathi peryo, koti upaye kanth re;
jat bhali ne bhat anopam, ujjwal ang anant ho ramtano 21
ram— ethi ruDo kamkho shiwDawun, sonana tar nankhawun re;
waru phul upar wel pharti, wache moti tankawun ho ramtano 22
sita— nipjawi je wastu nipje, teman te shi waDai re;
ananipji ne amulyak jeni, jagman dise jugtai ho ramtano 23
ram— ewa swad hata jyare tamne, shid awyan chho sathe re
gher bethan naw rahire gheli, oDhat paherat khante ho ramtano 24
sita— patiwrat marun wart palawun, priy wina kem raheway re;
ek ghaDi naw dekhun to, brahmanD wahine jay ho ramtano 25
ram— patiwrata je hoy premda, piyunun mane wachann re;
mukhe na mage haiyaman dajhe, dhiraj rakhe mann ho ramtano 26
sita— dekhya pakhe shanun dajhe, najar paDe moh lagyo re;
thoDun kaam na aalas karawun, haji nathi gayo aagho ho ramtano 27
ram— e anasrajyun dukha kon bhogwe, thoDa sukhne waste re;
wyaj wadhartan jay samulman, tyare rahiye hath ghaste ho ramtano 28
sita— wastu rakhine dam apiye, tyare jaye kyam re;
raliye to maliye mohanji, nishphal na hoy udyam ho ramtano 29
ram— ochhun hoy te udyam manDe, aapne sarwe sookh re;
jal kanthe rahine je kuwo, khode te murakh ho ramtano 30
sita— saritanan jal hoy bhare ne, kupnan uttam kari re;
maha jogiye mrigatwcha grhi, jo dithi kani sari ho ramtano 31
ram— tene te wastu waru winta, jene je aawe bhogya re;
grihasthne rajriddhi ruDi ne, jogine ruDo jog ho ramtano 32
sita— bhali bhunDi amare bhagye te, jewi sharire sohiye re;
ewi kanchuki aaj na male, te mate man mohiye ho ramtano 33
ram— ewDo moh na dhariye manini, manman santosh sahiye;
jyare jewun male te anubhawiye, jhajhane naw dhaiye ho ramtano 34
sita— sita kahe sa mate na kariye, swad nawo nawo lewo re;
jobanno lawo jugjiwan, diwas charno e mewo ho ramtano 35
ram— awsar kani olakhti nathi jewo wesh tewun ramawun re;
apne rajyni riddhi tajine, aaje wanman bhamawun ho ramtano 36
sita— dukhana diwas kale wahi jashe, wahane pamsho rajya re;
sawelanun sangharayun hoy to, awasre aawe kaj ho ramtano 37
ram— rajya besishun tyare malshe, jewi joie tewi jat re;
chaud waras wanman bhamawun to, raat aDini shi wat ho ramtano 38
sita— sita kahe sha mate na magun, tam sarkho piyu jyare re;
lakshman sarkha diyarji mare, laD karun pachhi kyare ho ramtano 39
ram— ram kahe tane e shi laluta, ablano awtar re;
wanman rahine je lobh karwo, na hoy e dharm lagar ho ramtano 40
sita— sita kahe sambhlo mara piyuji, jhajhun kahe shun thay re;
je strine nahi man piyunun, te waye lidhi jay ho ramtano 41
ram— ram kahe tun wahali na hoy to, shiwanun dhanush sane bhanjun re;
pharashuram sathe judh karine, ayodhyaman gajun ho ramtano 42
sita— manasa wachaye wahali haun to, kahyun karo muj kanth re;
ghaDi adhaghDi jo wilamb karsho to, pranno anish ant ho ramtano 43
ram— ram kahe haiye naw haro, aatlo di rami jaish re;
taman jyare teDi lawyo, je kahesho te sahish ho ramtano 44
sita— e sogatDe hwe kale ramashe, hun nahi Dhalun pasa re;
ghaD adhghaDno wilamb karsho to, kanike josho tamasa ho ramtano 45
ram— pasa pachhaDine dharnidhar uthya, bhaine bhalawi nari re;
lakshman bap tun maDhiye raheje, mrigne lawun mari ho ramtano 46
panDita— ghanush lei dhaya dharnighar, kurang upar DaDh pise re;
jem jem Dhunko jay jagjiwan, tem tem weglo dise ho ramtano 47
chap chaDawi mriglo maryo, melyun kasine ban re;
martan mrigle chees nankhi je, lakshman jaye pran ho ramtano 48
shabd sita e sambhalyo lakshman, ram teDe chhe tamaro re;
haranne hantan kasht paDyun chhe, sheeghr thaine sadharo ho ramtano 49
lakshman— lakshman kahe ek haranne hantan, kasht paDe te shannun re;
raghu sarkha chees nankhe te, wat to hun naw manun ho ramtano 50
sita— dakshin dishe diyariya mara, jhajhun rakshas dal chhe re;
ekalDan janine jao, bee bawishanun bal chhe ho ramtano 51
lakshman— ek ja bane chaud sahasrne, mare ewo mooj bhraat re;
chaud sahasr chaDine aawe to, naw hare raghunath ho ramtano 52
sita— wela welanan phal chhe diyariya, ewDo garaw naw dhariye re;
kyare hariye ne kyare jitiye, te mate sanchariye ho ramtano 53
lakshman— lakshman kahe bhabhi lakhyun hashe to, brahmaye pachhun na thay re;
tamne wanman eklan meline, Dagalun nahi bharay ho ramtano 54
sita— sita kahe tane shanun dajhe, jujwi mata mate re;
sago bhraat shatrughn hoy to, hamnan doDe uchate ho ramtano 55
lakshman— mujne ramji wahala na hoy to, sheed awun hun sath re;
bhole bhawe bhakti karun chhun, janine jyeshth ja bhraat ho ramtano 56
sita— bhakti karo ne mujne na bhawe, mithun bolye nahi mithun re;
tuj dushtno wishwas na kariye, aaj parakhun dithun ho ramtano 57
lakshman— bhali sitaji buddhi tamari, mujne ewo prmanyo re;
raat diwas mein sewa didhi, eke gun naw janyo ho ramtano 58
sita— sita kahe tara gunanun lakshan, paDi wela parmanyun re;
sad sambhline sanso kidho, tyare hey jananun ho ramtano 59
diyariya tune shanun dajhe, wahala nahin shriram re;
bandhaw hoy to ranman doDe, karwane sangram ho ramtano 60
lakshman— tamne ahinyan ko sarun melun, sanso karun chhun tene re;
tamne jo lanchhan lage to, walta mariye mehene ho ramtano 61
sita— tewan bholan ame nahi diyariya, man wasiya maharaj re;
awar purush sathe bolun to, lage kulne laj ho ramtano 62
lakshman— ketalun bal tam ablakerun, tanak tal ne hela re;
randhyun dhan ne premda sarkhi, wanastan nahin wela ho ramtano 63
sita— sita kahe tun shun samjawe, sasutna sut kala re;
eklo ujaDman shane jaye, pran tane tara wahala ho ramtano 64
lakshman— mujne pran jo wahala hoy to, sheed jaun hun wann re;
wan phal mewa winni lawun chhun, bethan karo chho bhojan ho ramtano 65
sita— sita kahe tun shun diyariya, mujne rakhe wari re;
tun jane chhe ram paDe to, hun bhogawun aa nari ho ramtano 66
lakshman— bhali sitaji buddhi tamari, mujne ewun na kahiye re;
eke dahaDe hasyo haun to, sarwe sachun lahiye ho ramtano 67
sita— kapti hoy te koishun hase nahi, rakhe manman jani re;
jal kanthe bag dhyan dhare te, machchhne lewa tani ho ramtano 68
panDita— wachan ban wagyan lakshmanne, tap upanyo tanman re;
bahue per paDi lakshmanne, jhuran lagi manman ho ramtano 69
shilumukh rekha kidhi lakshmne, didhi ramni aan re;
kuDe kapte je ko aawe, tena jajo pran ho ramtano 70
em kahi lakshmanji gay, tarunine lagyo tap re;
kathan wachan kahyan diyarne, tenun lagyun pap ho ramtano 71
lag joi lankapati aawyo, papiye chalawyan charan re;
pardarane harwa karan, mathe lawyo maran ho ramtano 72
bhagwan wastra ne bhekh sannyasi, karman kamanDal dharayun re;
kshudharthine bhiksha aapo, aawi em uchariyun ho ramtano 73
awo prabhuji beso rishiji, amrit bolyan wani re;
uthine aasan tyan apyun, grihasthashramdharm jani ho ramtano 74
rawan— kon pita kone gher paranyan, kon tamaro kanth re;
ujaDman ekalDan meline, kyanhan gaya balwant ho ramtano 75
sita— janak pita ne dashrath sasro, kaushalyaji sasuji;
tatatnan wachan palwane, ame trne thai wan wasyun ho ramtano 76
sonana shingno mrig aawyo, to kanchukini thai abhilakha re;
mriglo marwan piyuji gaya chhe, karine shilimukh rekha ho ramtano 77
panDita— shilimukh rekha upar meli pawDi, papi bole marm re;
e par pag meli do bhiksha, raheshe tamaro dharm ho ramtan ramtano 78
papino prpanch na prichhyo, bhamini thai haiye bholi re;
potani wat je parne kaheshe, te raheshe ankho choli ho ramtano 79
sitaye sitaphal apyan, pag pawaDiye dhariyo re;
upaDi lidhi ablane, haran karine sanchariyo ho ramtano 80
tyare tarunine tras ja paDiyo, dhajo lakshman ram re;
a papi koi hari jay chhe, karine dushtanun kaam ramtano 81
te shabd sambhli pankhi aawyo, dasharathno je mitr re;
sitane mukwa karan, manDyun juddh wichitr ho ramtano 82
rawne ek kapat ja kidhun, parwat pachhal rahine re;
rudhirala pashan galawya, bhare paDiyo thaine ho ramtano 83
tyanthi rawan leine gayo, lankana gaDh manya re;
mrig marine ramji waliya, je je raghawray ho ramtano 84
nathire sita nathire sita, nathire maDhuli manya re;
kagarol tyan thai rahyo chhe, chakDol wate tyanya ho ramtano 85
pagle pagle shodhta tene, gaya te behue bhai re;
rishymuk parwatmanhi pahonchya, jyan chhe wandrano ray ho ramtano 86
sugriw sathe kari maitri, waline nankhyo mari re;
walinun rajya sugriwne apyun, upar aali nari ho ramtano 87
nar wanar ektha karine, sagar bandhi pajya re;
rawanne mari karine, wibhishanne apyun rajya ho ramtano 88
juddh kari sitane lawya, Dhol nishan wajDawi re;
sitajinan laD palyan ne, kanchalDi shiwDawi ho ramtano 89
swami aagya olangine, mamat dharyo bahu manman re;
sati sitane dukha upanun, tap wyapiyo tanman ho ramtano 90
pahele sitawiwah gayo, rukaminihran runDun re;
sita kanchuki shobhe warnawyo, krishn wina sau kuDun ho ramtano 91
sati gun krishnabai gaye, waDanagarman was re;
ramlakshman jankino jay, sathe hanumant das ho ramtano 92
je jan harigun gay sambhle, tehatnan dukha wame re;
dharm arth ne kaam mukti phal, chaar padarath pame ho ramtano 93

સ્રોત
- પુસ્તક : બૃહત્ કાવ્યદોહન (દસ ગ્રંથમાં- ગ્રંથ ૧લો) (પૃષ્ઠ ક્રમાંક 844)
- સંપાદક : ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ
- પ્રકાશક : ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ
- વર્ષ : 1925
- આવૃત્તિ : (સાતમી આવૃત્તિ)