kem chho? - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કેમ છો?

kem chho?

ચિનુ મોદી ચિનુ મોદી
કેમ છો?
ચિનુ મોદી

વીડિયો

આ વિડિયો યુટ્યુબ પરથી ચાલી રહ્યો છે

ઝુલ્ફીકાર અલી બુખારી

હરજી ભાટી

હરજી ભાટી

કેમ છો? સારું છે?

દર્પણમાં જોયેલા ચહેરાને રોજ રોજ

પૂછવાનું કામ મારું છે?

કેમ છો? સારું. છે?

અંકિત પગલાંની છાપ દેખાતી હોય

અને મારગનું નામ? તો ક્હે: કાંઈ નહીં;

દૂણાતી લાગણીના દરવાનો સાત

અને દરવાજે કામ? તો ક્હે: કાંઈ નહીં;

દરિયો ઉલેચવાને આવ્યાં પારેવડાં

ને કાંઠે પૂછે કે પાણી ખારું છે?

કેમ છો? સારું છે?

પાણીમાં જુઓ તો દર્પણ દેખાય

અને દર્પણમાં જુઓ તો કોઈ નહીં,

‘કોઈ નહીં’ કહેતામાં ઝરમર વરસાદ

અને ઝરમરમાં જુઓ તો કોઈ નહીં;

કરમાતાં ફૂલ જેમ ખરતાં બે આંસુઓ

ને આંખો પૂછે કે પાણી તારું છે?

કેમ છો? સારું છે?

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 213)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004