શું નટવર વસંત થઈ થઈ નાચી રહ્યો
shun natavar vasant thaii thaii naachii rahyo
ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી
Dahyabhai Dholshaji Jhaveri
શું નટવર વસંત થઈ થઈ નાચી રહ્યો
shun natavar vasant thaii thaii naachii rahyo
ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી
Dahyabhai Dholshaji Jhaveri
ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી
Dahyabhai Dholshaji Jhaveri
શું નટવર વસંત થઈ થઈ નાચી રહ્યો!
નાચી રહ્યો જગ નચાવી રહ્યો!— શું...
કોયલ મધુરી મુરલી બની છેડે નટવર કાન,
વિરહ ઘેલી ગોપી ઘણું તજી નીકળી અભિમાન;
રસિયા વિનાની બની બાળાઓ બ્હાવરી,
વેણુ વસંત ચિત્ત વીંધી ગયો— શું...
શીતળ સુખકર પવનની લ્હેર ઘુમે ચોપાસ,
જાણું રાધા કૃષ્ણજી રાસ રમે છે ખાસ;
વિધ વિધ પંખીના વેણુ ઘુઘરી ઘમકે રે
મહિં મહિં મેનાના નાદ ઝાંઝર ઝમકે રે
નવ પલ્લવ વાઘો ધરી પચરંગી શિર પાઘ
ફાગ લાગ સાંધી રમે મદનરાજ મહારાજ!
લ્હેરી લાલાથી રમે લલનાઓ લાડમાં
પ્રીતિ ગુલાલ લાલ છાઈ ગયો— શું...
સ્રોત
- પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 36)
- સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1920
- આવૃત્તિ : બીજી આવૃત્તિ
