વાયરે ઊડી વાત —
(કે) સાવ રે! રોયા સાન વનાના
સાવ રે! રોયા ભાન વનાના
ભમરે પાડી ગાલ પે મારા ભાત!
વાયરે ઊડી વાત.
સીમકૂવેથી જળને ભરી આવતાં આજે જીવડો મારો આકળવિકળ થાય,
બેડલુંયે બળ્યું છલક-છલક! એનેય મારો ગાલ જોવાનું કૌતુક, વાંકું થાય!
સાવ કુંવારી કાય શી મારી ઓઢણી કોરીકટ ભીંજાઈ જાય.
ઘરમાં પેસું કેમ શું બેટા, લપસ્યો તારો પાય કે? મને પૂછી ભોળી માત.
વાયરે ઊડી વાત.
સાહેલિયુંયે સાવ વંઠેલી, પૂછતી મને : સાંભળ્યું અલી કાંઈ?
વગડા વચ્ચે, વાડની ઓથે
કાજળકાળો ભરમો રાતોચોળ થઈ ગ્યો એક ગુલાબી ફૂલને દેતાં સાંઈ!
પનઘટેથી જલને ભરી આવતાં આજે જલની ઊંડી ઘૂમરીમાં ઘૂમરાઈ!
બેડલું મૂકી, આયના સામે ઊભતાં, પૂછે આયનો મને : '.........'
એય મૂઆને એની શી પંચાત?
વાયરે ઊડી વાત.
wayre uDi wat —
(ke) saw re! roya san wanana
saw re! roya bhan wanana
bhamre paDi gal pe mara bhat!
wayre uDi wat
simkuwethi jalne bhari awtan aaje jiwDo maro akalawikal thay,
beDlunye balyun chhalak chhalak! eney maro gal jowanun kautuk, wankun thay!
saw kunwari kay shi mari oDhni korikat bhinjai jay
gharman pesun kem shun beta, lapasyo taro pay ke? mane puchhi bholi mat
wayre uDi wat
saheliyunye saw wantheli, puchhti mane ha sambhalyun ali kani?
wagDa wachche, waDni othe
kajalkalo bharmo ratochol thai gyo ek gulabi phulne detan sani!
panaghtethi jalne bhari awtan aaje jalni unDi ghumriman ghumrai!
beDalun muki, aayna same ubhtan, puchhe aayno mane ha
ey muane eni shi panchat?

સ્રોત
- પુસ્તક : ભમ્મરિયું મધ (પૃષ્ઠ ક્રમાંક 4)
- સર્જક : જિતેન્દ્ર કા. વ્યાસ
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1982