kokilne - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોકિલને

kokilne

કાશ્મલન કાશ્મલન
કોકિલને
કાશ્મલન

સખિ, આમ્રમંજરી મહીં કહીં વિરાજતી

કહીં વિરાજતી, રસીકડી વિલાસતી : સખિo ટેક.

છન્ન થઈને બેસતી પર્ણપુંજ મોઝાર

નૌતમ વાદ્ય બજાવતી કરતી કહુટુહુકાર:

ગાતિ ગાન મેનકા તપસ્વિવંચનાર્થ શૂં

ખાળું તો કોકિલા ભાળતો રતી! સખિ૦

તુજ મૃદુ રવથી કાનનો લલિત ધરત શૃંગાર,

બોલાવૂં શા નામથી પ્રણયીઆત્માધાર?

મૃદુલ ગાનથી દિલે અનન્ય દિવ્યતા ભરી

બદ્ધ ચિત્તદેશ કો અમી સરો સ્ફુરી સખિ૦

રંગ વસંત ગજાવતી હીંચી આંબાડાળ

ઝૂલી ઝૂલી નર્તતી નિર્ગમતી નિજ કાળ:

જગના પટ કંઈ તોડન્ત દિલના દ્વાર થકી

તુજ મંજુલ મંજુલ ગાન ઉઠાવત ચિત્ત વીચિ સખિ૦

અમિવર્ષણ તુજ ગાનમાં લલિત સૌમ્ય રણકાર:

યામિની ઘનમાં તૂં કરે વિદ્યુત વત ચમકાર

ઊર અમ્બુધી તણી અનેરિ ચંદ્રિકાદ્યુતિ,

ગાન ગાય મધુ અહા સુમધુ ફરી ફરી! સખિ૦

ઉદ્ભવતા તુજ ટુહુરવે હૃદયે અવનવ ભાવ

શી રીતે વર્ણવિ શકૂં નાજુક તીવ્ર ઉઠાવ!

સ્મૃતિઓ સુતેલિ આત્મની અહો શિ જાગતી

સ્મરૂં ભુલૂં દશા અનેરિ એવિ કો થતી: સખિ૦

મનુકુલની સુરબાલિકા નહિ તુજને વય કોય,

અખંડ તુજ રેલજો અમૃતમય જગ શોર:

હૃદયદ્વાર ફેડિ આત્મમાં ઉંડી પ્રવેશતી

વન્દિતા સુનન્દિતા વસંતનન્દિની! સખિ૦

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતા સમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
  • પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
  • વર્ષ : 1931