bhamro - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બ’ઈ! ભમરાને ક્યમ કાઢું?!

જરી જાતો આઘો હું તો ઘણુંય નીર ઉડાડું!

પલક અહીંથી, પલક તહીંથી

લળે વીંઝતો પાંખ્યું,

બે કરથી કહો કેટલું

અંગ રહે જી ઢાંક્યું?!

જાઉં ગળાબૂડ જળમાં તોયે મુખ તો રહે ઉઘાડું!

બ’ઈ! ભમરાને ક્યમ કાઢું?!

મેલી મનહર ફૂલ પદમનાં

પણે ખીલ્યાં કૈ રાતાં,

શુંય બળ્યું દીઠું મુજમાં કે

આમ લિયે અહીં આંટા?

ફ્ટ ભૂંડી! હું છળી મરું ને તમીં હસો ફરી આડું!

બ’ઈ! ભમરાને ક્યમ કાઢું?!

(૧૯૬૦)

સ્રોત

  • પુસ્તક : છોળ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સર્જક : પ્રદ્યુમ્ન તન્ના
  • પ્રકાશક : પ્રસાર, ભાવનગર
  • વર્ષ : 2000