buddhinu chanchalyaa - Geet | RekhtaGujarati

બુદ્ધિનું ચાંચલ્ય

buddhinu chanchalyaa

મણિલાલ નભુભાઈ દ્વિવેદી મણિલાલ નભુભાઈ દ્વિવેદી
બુદ્ધિનું ચાંચલ્ય
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ભૈરવી ધનાશ્રી, કાફી

ઠૂમરી

શા રસ પર ગુલતાન, દીવાની, શા રસ પર૦

સાર અસાર ભાન-દી૦ શા રસ૦

પ્રકટ અનલ કરી સેવી જાણે,

બાળે કે બળે પ્રાણ-દી૦ શા રસ૦

એક રસે ગૃહી એકબીજા પર,

દુઃખી થવા ધર ધ્યાન-દી૦ શા રસ૦

એક મુખે ચિતમાં વસ્તું બીજં,

નજરે તૃતીય વખાણ-દી૦ શા રસ૦

રસ તે રસ ઉભય ભાવે,

મરણ, હાંસી, વળી હાણ-દી૦ શા રસ૦

એક પરમરસ—એ પરમસુખ,

અચલ દ્વૈત પ્રમાણ-દી૦ શા રસ૦

વિકટ વિવેક વિદાર જડે રસ

શસ્ત્ર સબલ મન માન-દી૦ શા રસ૦

શ્રદ્ધા સબલ અકલ ફલ આપે,

પ્રેમલયે લયધ્યાન-દી૦ શા રસ૦

રસ પરમાસ્પદ રસ સુખ સાધન,

રસમણિ એક જાણ-દી૦ શા રસ૦

સ્રોત

  • પુસ્તક : મણિલાલ દ્વિવેદી સંચય (પૃષ્ઠ ક્રમાંક 174)
  • સંપાદક : ધીરુભાઈ ઠાકર
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002