શતદલ
Shatdal
દેવિકા ધ્રુવ
Devika Dhruv
દેવિકા ધ્રુવ
Devika Dhruv
શતદલ પંખ ખીલત પંકજ પર,
હસત નયન જ્યમ શ્યામ વદન પર.
શત શત બૂંદ સરક દલ બાદલ,
ભીંજત બદન નર નાર નવલ પર.
ઘનન ઘનન ગરજત નભમંડળ,
કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
છલછલ છલકત જલ સરવર પર,
નાચત મંગલ મયૂર મનોહર.
સરસર સૂર સજત દિલ મોહક,
ભૂલત ભાન વનરાવન ગોપક.
પલપલ શબદ લખત મનભાવન,
ઝરત કવન મન કરત પાવન.
હરિત રંગ ધરા ધરત અંગ પર,
સોહત સુંદર સદ્યસ્નાત સમ.
મસ્ત મસ્ત બરસત અવિરત ઝર,
ઝૂલત ઝૂમત શતદલ મધુવન પર.
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
