
ગોરમા! શરદ્ પૂનમની રાત,
સજનિયાં સાંભરે રે લોલ!
કે ઊગ્યો આભલિયામાં ચાંદ
કે ચન્દ્રમુખી સમો રે લોલ!
ગોરમા! એને નમણું નાક
કે નેણે અમી ઝરે રે લોલ!
કે પીવણહારો ગયો પરદેશ,
એ અમૃત એળે જતાં રે લોલ!
રામાએ રીસાવ્યો રાજ
કે રમતાં રાઢે ચડ્યાં રે લોલ!
gorma! sharad punamni raat,
sajaniyan sambhre re lol!
ke ugyo abhaliyaman chand
ke chandramukhi samo re lol!
gorma! ene namanun nak
ke nene ami jhare re lol!
ke piwanharo gayo pardesh,
e amrit ele jatan re lol!
ramaye risawyo raj
ke ramtan raDhe chaDyan re lol!
gorma! sharad punamni raat,
sajaniyan sambhre re lol!
ke ugyo abhaliyaman chand
ke chandramukhi samo re lol!
gorma! ene namanun nak
ke nene ami jhare re lol!
ke piwanharo gayo pardesh,
e amrit ele jatan re lol!
ramaye risawyo raj
ke ramtan raDhe chaDyan re lol!



સ્રોત
- પુસ્તક : તંબૂરાનો તાર (પૃષ્ઠ ક્રમાંક 34)
- સર્જક : મોરારજી મથુરાંદાસ કામદાર
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1937