shahidna sandesh - Geet | RekhtaGujarati

શહિદના સંદેશ

shahidna sandesh

શાંતિકુમાર પંડ્યા શાંતિકુમાર પંડ્યા
શહિદના સંદેશ
શાંતિકુમાર પંડ્યા

[ઢાળ—આભમાં આવડા આશા દિવા...]

ઝરૂખે ઝુકે અષાઢીલો મેહ;

અટારીયે વીજલડી રે લોલ.

કે'તી કંઈ શહિદના સંદેશ;

ઊંચે જાતી વાદલડી રે લોલ.

સખી કો દૂર દૂરના ડુંગરડે;

વિતી મધ રાતલડી રે લોલ.

ત્યાં તારા નાથની પોઢણ શૈયા;

પત્થર કણ શીલા પડી રે લોલ.

પુકારે જોગણ કો આતમ ત્હારો;

અંબાર તેજ શીલા ભરી રે લોલ.

ગ્યાતા વીરની વટ સાચવવા;

ડુંગરડે સેજો કીધી રે લોલ.

માની કૂખલડી દીપાવી કે;

માડી કાજે માથાં દીધાં રે લોલ.

વિજોગણ આવજે ડુંગર ધારે;

કુસુમની માળા ગૂંથી રે લોલ.

ઢોળમા આંસુડા ચોધારે;

વ્હાલપની વ્યથા કથીરે લોલ.

સ્રોત

  • પુસ્તક : રાસરમણા (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સર્જક : શાન્તિકુમાર પંડ્યા
  • પ્રકાશક : નવયુગ પુસ્તક ભંડાર
  • વર્ષ : 1930