shabdono subo chhun - Geet | RekhtaGujarati

શબ્દોનો સૂબો છું

shabdono subo chhun

વીરુ પુરોહિત વીરુ પુરોહિત
શબ્દોનો સૂબો છું
વીરુ પુરોહિત

હું નકશા મુજબ ઊભો છું

છે પતંગિયાં કે નળિયાં એ ના કરી શકે કલ્પના,

એ લોકો ટોળે વળી ચર્ચતા મારા ઘરની રચના!

જ્યાં ખળખળતી નદીઓના પરદા બારી પર ફરફરે,

’ને એ પર સળિયા બની જઈને સર્પ ઘણા સંચરે!

છે દરવાજા પર તકતી કે હું શબ્દોનો સૂબો છું!

હું નકશા મુજબ ઊભો છું!

અહીં એકદા મારામાં મેં સુખ નામે પણ ઘૂંટી,

આ સ્થળ એવું છે જ્યાંથી જગની પ્રથમ કવિતા ફૂટી!

જો, ચાંદ-સૂરજ ’ને પવન-દિશાઓ અહીં ચાકરી કરતાં,

’ને સમય નામનો શકશા પ્રવેશે અહીંયા ડરતાં ડરતાં!

હું ના પ્રગટેલાં કલ્પોનો એક સળવળતો કૂવો છું!

હું નકશા મુજબ ઊભો છું!

સ્રોત

  • પુસ્તક : અગિયારમી દિશા (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : વીરુ પુરોહિત
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2000