ek bhajan surilun sambhaliyun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એક ભજન સુરીલું સાંભળિયું

ek bhajan surilun sambhaliyun

નિરંજન રાજ્યગુરુ નિરંજન રાજ્યગુરુ
એક ભજન સુરીલું સાંભળિયું
નિરંજન રાજ્યગુરુ

એક ભજન સુરીલું સાંભળિયું

ચિત્ત ટગલી ડાળે પરવરિયું

એક ભજન સુરીલું...

નહીં આસન-ધ્યાન જાપ-પૂજા,

નહીં કીર્તન-પાઠ કરમ દૂજા;

બસ સૂર ધ્વનિ ને શબદ સૂજા,

શું તૂંબડ! તંતુ! આગળિયું!

એક ભજન સુરીલું...

અડધી રાતે ઝબકારી થઈ,

પળવાર પિયુની પાસ ગઈ;

ઓચિંતાં આવી એવી લહર,

મઘમઘતા હોશ સુવાસ લઈ;

હવે હાથ રહે નૈં હૈડું

ખીલી ફૂલવાડી ને ખૂલી કળિયું...

એક ભજન સુરીલું...

લાખેણી લખોમખ લ્હેર ઊઠી,

હવે દાવ દેવો ઉઘાડી મૂઠી;

થઈ પ્રીતની પાગલ, શરમ છૂટી,

તું તો સાચવ વૈકુંઠ ખળભળિયું...

તારું સાચવ વૈકુંઠ ખળભળિયું...

એક ભજન સુરીલું...

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2008