baajat shabada mrudangaa - Geet | RekhtaGujarati

બાજત શબદ મૃદંગા

baajat shabada mrudangaa

રાહુલ તુરી રાહુલ તુરી
બાજત શબદ મૃદંગા
રાહુલ તુરી

બાજત શબદ મૃદંગા.

સુર તાલ લય વિલય થતાં જ્યાં સત્ત ખડા સરભંગા.

હાલ ચાલ સબ ખાલ ભાલ પર અજબ તેજ અંબાર,

અલખ ખલક સબ ફલક ઉપર નિરખત નૈન અપાર.

અટલ અવિચળ નાદ અનાહદ અનહદ હે આનંદા.

બાજત શબદ મૃદંગા...

રવ અરવ સબ હોત ગરક જ્યાં થતા નહીં થડકારા,

રોમ વ્યોમ અરુ ભોમ હોમ ત્યાં સકળ શુન્ન સંસારા.

અકળ અગોચર એક અડિખમ અચરજ ભરા અભંગા.

બાજત શબદ મૃદંગા.....

સુર તાલ લય વિલય થતા જ્યાં સત્ત ખડા સરભંગા.

બાજત શબદ મૃદંગા.....

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ