તારી આંખનો અફીણી (પાનીને પગરસ્તે)
taarii aankhno aphiiNii (paaniine pagraste)

તારી આંખનો અફીણી,
તારા બોલનો બંધાણી,
તારા રૂપની પૂનમનો પાગલ એકલો૦
આજ પીઉં દર્શનનું અમરત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો :
તારી મસ્તીનો મતવાલો આશક એકલો૦
પાંખોની પડખે જ પરબડી, આંખો જુએ પિયાવો,
અદલબદલ તન-મનની મોસમ, ચાતકનો ચકરાવો :
તારા રંગનગરનો રસિયો નાગર એકલો૦
રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની બીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિન્દગી પીતી :
તારાં હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો૦
ઠરી ગયા કામણના દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો :
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો૦
tari ankhno aphini,
tara bolno bandhani,
tara rupni punamno pagal eklo0
aj piun darshananun amrat, kal kasumbal kawo,
tal purawe dilni dhaDkan, preet bajawe pawo ha
tari mastino matwalo ashak eklo0
pankhoni paDkhe ja parabDi, ankho jue piyawo,
adalabdal tan manni mosam, chatakno chakrawo ha
tara ranganagarno rasiyo nagar eklo0
roop jay agalthi pachhal, jay juwani biti,
pritwawDi sada chhalakti, jay jindgi piti ha
taran hasamukhDan jhilun chhun ghayal eklo0
thari gaya kamanna dipak, nawan nurno nato,
jhalak gai man pamartani, nawi aarti gato ha
tari panine pagraste chalun eklo0

સ્રોત
- પુસ્તક : દીપ્તિ (પૃષ્ઠ ક્રમાંક 92)
- સર્જક : વેણીભાઈ પુરોહિત
- પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
- વર્ષ : 1956