kachchi limboli jewi chhokri - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાચ્ચી લીંબોળી જેવી છોકરી

kachchi limboli jewi chhokri

વિમલ અગ્રાવત વિમલ અગ્રાવત
કાચ્ચી લીંબોળી જેવી છોકરી
વિમલ અગ્રાવત

લુંમઝૂમ લચકાતા લીલ્લાછમ લીમડાની કાચ્ચી લીંબોળી જેવી છોકરી.

મલકે તો મોગરો ને છલકે તો ચોમાસું, મહેંકે તો ફૂલોની ટોકરી.

કાચ્ચી લીંબોળી જેવી છોકરી.

આંખોમાં અણદીઠ્યા એવા અણસાર જેના અર્થ નથી એક્કેયે કોશમાં;

સોળસોળ શમણાંથી હાલ્લક ડોલ્લક યાને ઝરણાંઓ સર્પીલાં જોશમાં;

ઉડતા અંકાશ બને, કલરવની ભાત બને, વાંચતા બની જાય કંકોતરી.

કાચ્ચી લીંબોળી જેવી છોકરી.

છોકરીના હોઠ જાણે ઉડતા પતંગિયાની પાંખોનું ફરફરતું ગાન;

ગુલ્લાબી લ્હેરખીની નમણી સુગંધ પણ કાંકરી મારોન્ને તોફાન;

મેં તો શબ્દોથી શણગારી, પાંપણથી પંપાળી, હળવેથી હૈયામાં કોતરી.

કાચ્ચી લીંબોળી જેવી છોકરી

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ