sapna - Geet | RekhtaGujarati

સપનાંને હોય નહીં માઝા!

રે તોય મારાં સપનાં ઓછાં છે : નથી ઝાઝાં!

મળે નાનકડી કેડી

લઉં શિશુ સમ તેડી;

આપણું રાજ અને આપણે રાજા!

પ્રાણભરી પ્રીત મળે,

ગાવાને ગીત મળે;

હોઠ પરે સ્મિત તણાં ફૂલ ખીલે તાજાં!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : નિરંજન ભગત
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
  • વર્ષ : 1980