sapanun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સપને મોતીડુ પામે, તે હાથે હોય નહીં,

સપને આંબાની છાયા, તે શીળી હોય નહીં,

સપને કોયલડી ટ્હૌકી, તે જાગે જોય નહીં,

સપને સુખલડી ખાધી, તે ભાંગે ભૂખ નહીં,

સપને અમરત જે પીધાં, તે હૈયે હોય નહીં.

સ્રોત

  • પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
  • વર્ષ : 1959