સાંવરિયો વટનો કટકો !
sanvariyo vatno katko!
દીપક ત્રિવેદી
Dipak Trivedi

સાંવરિયો વટનો કટકો!
ઘડી-ઘડીમાં રિસાતો-ભીંસાતો એનો લટકો!
ફૂલ ખીલે અધમધ રાતે ને ભરબપ્પોરે કિટ્ટા
અક્ષરને બદલે ચીતરતો આડા અવળા લીટા
મધદરિયે કહેતો : ‘અટકો!’
સાંવરિયો વટનો કટકો!!
નહીં હોડી નહીં હલ્લેસું, નહીં ફૂલપદમણી રાણી!
પાંપણમાં રેડી ચોમાસું વરસે એક કહાણી!!
એ રહે, આંખને ખટકો!
સાંવરિયો વટનો કટકો!!



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ