રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
સંકલ્પ
sankalp
સુરેશ દલાલ
Suresh Dalal
હવે નવા નવા સંબંધો બાંધવા નથી,
મારે તૂટેલા ધાગાઓ સાંધવા નથી.
ખુલ્લું આકાશ; હવે ક્યાંયે દીવાલ નહીં,
હૈયું વિવશ કરે એવું કોઈ વ્હાલ નહીં,
ભલૈ હૈયું આ રણ; પણ ઝાંઝવાં નથી,
હવે નવા નવા સંબંધો બાંધવા નથી.
નહીં કોઈ એક બાગ કે કોઈ એક ડાળ કે કોઈ એક ફૂલ,
માનવનો મુઠ્ઠીભર પ્રેમ એ તો વચકીને કોઈ દિવસ ભાંગે એ ભૂલ.
મારે મૃગજળથી લોચનને માંજવાં નથી,
હવે નવા નવા સંબંધો બાંધવા નથી.
સ્રોત
- પુસ્તક : કાવ્યસૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 248)
- સર્જક : સુરેશ દલાલ
- પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
- વર્ષ : 1986
- આવૃત્તિ : (પ્રથમ આવૃત્તિ)