ધણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પહેરી વડલાની વડવાઈ ઝાલીને સાંજ હિંચકા ખાય
ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું કણકણ થઈને ગોરજમાં વિખરાય
ઘણ છૂટ્યાની ઘંટડીઓના....
સાવ અચાનક કાબરટોળું ડાળ ઉપરથી ઊડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું
વડલાનાં લીલાં પાન વચાળે લાલચટક આકાશ થઈને લાલ પાંદડુ ફૂટ્યું
ધૂળની ડમરી ચડતાં એમાં ચક્કર ચક્કર ફરતા મારા શૈશવ કણ પાદરમાં ઘૂમરાય
ધણ છૂટ્યાની ઘંટડીઓના.....
ખડના પૂળા લઈ હાથમાં પાછા વળતા લોક વાયરે ઊડતી જાય પછેડી
ઘઉંના ખેતર વચ્ચે થઈને સીમપરીની સેંથી સરખી ગામ પૂગતી કેડી
ધીમે ધીમે ખળાવાડમાં કમોદની ઊડતી ફોતરીઓ વચ્ચે થઈને સાંજ ઓસરી જાય
ધણ છૂટ્યાની ઘંટડીઓના.......
dhan chhutyani ghantDiona jhanjhar paheri waDlani waDwai jhaline sanj hinchka khay
ne uDti dhulanun thay wadalun ewun to ghanghor ke jane dhanni gayun kankan thaine gorajman wikhray
ghan chhutyani ghantDiona
saw achanak kabartolun Dal uparthi uDyun ne tyan ek pandaDun tutyun
waDlanan lilan pan wachale lalachtak akash thaine lal pandaDu phutyun
dhulni Damri chaDtan eman chakkar chakkar pharta mara shaishaw kan padarman ghumray
dhan chhutyani ghantDiona
khaDna pula lai hathman pachha walta lok wayre uDti jay pachheDi
ghaunna khetar wachche thaine simaprini senthi sarkhi gam pugti keDi
dhime dhime khalawaDman kamodni uDti photrio wachche thaine sanj osari jay

સ્રોત
- પુસ્તક : બરફનાં પંખી (પૃષ્ઠ ક્રમાંક 35)
- સર્જક : અનિલ જોશી
- પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
- વર્ષ : 1981