sanjoganun geet - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સંજોગનું ગીત

sanjoganun geet

મનહર જાની મનહર જાની
સંજોગનું ગીત
મનહર જાની

સૈયર, હું રે ચપટીક છુટ્ટું ચૂરમું સાહ્યબો પાંચે પકવાન...

ફળીએ ફરુંકે ઝામણ ઝીંઝવો

ઝીંઝવો ઊંચો અગનાશ,

દૂધમલિયા ડાયરાઓ ડેલીએ

ઓરડામાં આછો બોલાશ,

સૈયર, હું રે દિવેટ જેવી પાતળી ને અજવાળું પોયણીને પાન...

સૈયર...

છાતીમાં ગૂંથું છેલ ચાકળો

ચોટલે ગૂંથું ચતુરાઈ,

આંગળીએ ગૂંથું કૈં ઓરતા

પીર પરકંબે મૂકું અધીરાઈ,

સૈયર, કળશી કમોદ ખાંડું ખંતથી, ખડકલો ખાંડું અરમાન...

સૈયર...

સ્રોત

  • પુસ્તક : સાંબેલું ચંદન સાગનું (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : મનહર જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2001