sanjne tane - Geet | RekhtaGujarati

સાંજને ટાણે

sanjne tane

મનહર તળપદા મનહર તળપદા
સાંજને ટાણે
મનહર તળપદા

એક દી’ સાંજને ટાણે

આંખમાં આપણ ઓસરી ગયાં, કોઈના હજુ જાણે.

ખોઈ ભરેલી ઘાસની વાતો હાલવી દીધી સાવ

નેણનાં જળે નેહની ઓલી છલકી ઉઠી વાવ

હોઠના મૂંગા સ્પર્શો હજૂ તોયના ધરવ માણે!

એક દીં સમી સાંજના ટાણે.

ભાન ભૂલેલી સીમના શીતળ છાંયડે ઊગ્યા શ્વાસ

શ્વાસની ભીતર ભીંસમાં પછી ક્યાંય ભાળ્ચો અવકાશ?

કેટલી બધી પ્રીત વછૂટી મોલના દાણેદાણે!

એક દી’ સમી સાંજના ટાણે.

સ્રોત

  • પુસ્તક : ભીનાં અજવાળાં (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સર્જક : મનહર તળપદા
  • પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
  • વર્ષ : 1980