sanj - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અહો! આજ

લાગે કેવી સુંવાળી સાંજ!

બપોરના ન્હોર થકી ઝરડાયું તન,

તે પરે શો રેશમ શો સ્પર્શ!

વૃક્ષ તણાં થડનેય થતો હશે હર્ષ!

પાંદડે પાંદડે કેવું મલકે છે મન!

ઊના ઊના આભ પરે

દાઝતી પૂનમ હજી ડરતાં ભરે બે ડગ,

ત્યાં તે પેલી પોયણીને

વ્યાપી ગઈ રગેરગ!

ધરતીએ ઢીલા કર્યા કંચુકીના બંધ,

પવનને પાથરણે આળોટતી ગંધ.

હાંફતી હવા કેવો હેઠો મૂકયો શ્વાસ!

અનાયાસ જાણે એક જડી ગયેા પ્રાસ

‘હા.... શ!’

લાગે કેવી રૂપાળી સાંજ!

એક ડાળે બેસી એને જોયા કરે

કપોત ને બાજ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983