લાગણીઓનું ધણ આ આવ્યું ખીલે પાછું સમી સાંઝરે,
ખડાં થઈ ગ્યાં સ્મરણ–વાછરું : અરે ક્યારનાં અહીં ભાંભરે!
હડફડ ઊગી ગયાં ખોરડાં,
લચ્યો લીમડો શોરે,
ટોળે વળિયા ખણક–ઓરડા :
નીરખે ટીંબો કોરે
રણની વચ્ચે સાત સમુંદર, મઝધારે આ પલક નાંગરે...
ઉજાગરાંનાં તેલ–કચોળાં
માંચી જોડે મૂક્યાં,
રણઝણ વ્હૅલ્ય સમાં ઘરચોળાં
તોરણ નીચે ઢૂક્યાં,
ઓકળીઓ થૈ ઊડ્યા ઑરતા વળગાડ્યા જે હતા ઝાંખરે.
આવી આવી બારણિયેથી
ગયા મેહ આથમણા,
ગઈ ઊપટી આંગણિયેથી
પાનખરોની ભ્રમણા,
કોણ સૉડિયે દીવો લૈને હજી ઊભું આ જીરણ માંજરે?
lagnionun dhan aa awyun khile pachhun sami sanjhre,
khaDan thai gyan smran–wachharun ha are kyarnan ahin bhambhre!
haDphaD ugi gayan khorDan,
lachyo limDo shore,
tole waliya khanak–orDa ha
nirkhe timbo kore
ranni wachche sat samundar, majhdhare aa palak nangre
ujagrannan tel–kacholan
manchi joDe mukyan,
ranjhan whelya saman gharcholan
toran niche Dhukyan,
oklio thai uDya aurta walgaDya je hata jhankhre
awi aawi baraniyethi
gaya meh athamna,
gai upti anganiyethi
panakhroni bhramna,
kon sauDiye diwo laine haji ubhun aa jiran manjre?

સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪ (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : હરિકૃષ્ણ પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 1996