Ramni Wadiae - Geet | RekhtaGujarati

રામની વાડીએ

Ramni Wadiae

ઉશનસ્ ઉશનસ્
રામની વાડીએ
ઉશનસ્

રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી

આપણા નામની અલગ છાપ પાડીએ જી.

જગને ચોક ચબૂતરે વેરી રામધણીની જુવાર,

તે પર પાથરી બેઠો તું તો ઝીણી પ્રપંચની જાળ;

ધર્માદાચણથી પંખી ઉડાડીએ જી : રામની...

રામની વાડી ગામ આખાની, હોય એને વાડ,

બાંધ જો તારું ચાલતું હોય તો આભને આડી આડ;

વાડ કરી ક્ષિતિજ ના વણસાડીએ જી : રામની...

રામની વાડી ભોગવવી ભાઈ, હક્કનાં પાઈ નીર,

સૌને વ્હેંચી ચાખવી આપણે રામના ફળની ચીર;

આપણા ભેગાં સૌનાં ભાણાં માંડીએ જી : રામની...

સ્રોત

  • પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996