રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહવે આ હાથ રહે ના હેમ!
મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ;
હવે આ હાથ રહે ના હેમ!
બહુ દિન બેસી સીવડાવ્યા બસ કૈં નવરંગી વાઘા,
સાવ રેશમી ભાતભાતના મહીં રૂપેરી ધાગા;
જેહ મળે તે દર્પણ જોવા વણલીધેલે નેમ!
હવે આ હાથ રહે ના હેમ!
ભરપોરે ભેાજનઘેને નિતની એ રાતોમાં,
ઘણુંખરું એ એમ ગયું ને કશું કૈક વાતોમાં;
પડ્યું પ્રમાદે કથીર થયું તે જાગ્યોયે નહીં વ્હેમ!
હવે આ હાથ રહે ના હેમ!
કદી કોઈને કાજે નહીં મેં કટકોયે એ કાપ્યું,
અન્ય-શું દેતાં થાય અમૂલખ મૂલ્ય નહીં મેં માપ્યું;
રતી સરીખું અવ રહ્યું એનો ઘાટ ઘડાશે કેમ?
હવે આ હાથ રહે ના હેમ!
hwe aa hath rahe na hem!
malyun samayanun sonun partham wawaryun phawyun tem;
hwe aa hath rahe na hem!
bahu din besi siwDawya bas kain nawrangi wagha,
saw reshmi bhatbhatna mahin ruperi dhaga;
jeh male te darpan jowa wanlidhele nem!
hwe aa hath rahe na hem!
bharpore bheajnghene nitni e ratoman,
ghanunkharun e em gayun ne kashun kaik watoman;
paDyun prmade kathir thayun te jagyoye nahin whem!
hwe aa hath rahe na hem!
kadi koine kaje nahin mein katkoye e kapyun,
anya shun detan thay amulakh mulya nahin mein mapyun;
rati sarikhun aw rahyun eno ghat ghaDashe kem?

સ્રોત
- પુસ્તક : સ્પર્શ (પૃષ્ઠ ક્રમાંક 41)
- સર્જક : પ્રિયકાન્ત મણિયાર
- પ્રકાશક : સ્વાતિ પ્રકાશન
- વર્ષ : 1966