રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસખી શ્યામને મળ્યાની હોંસ મનમાં જો
sakhi shyamne malyaani hons manmaan jo
સખી શ્યામને મળ્યાની હોંસ મનમાં જો;
વ્હાલાજીની વાજે વેણુ આજ વનમાં જો!–સખી૦–ટેક
એવી વાંસળી સુણીને ફુલે છાતડી જો;
આવે યાદ શરદપુનેમ કેરી રાતડી જો!–સખી શ્યામને૦
હોય પાંખ તો ઉડીને જઈયે આ ઘડી જો;
અરે વ્રજવધૂને પાંખ કેમ ના ઘડી જો?!–સખી શ્યામને૦
વશીકરણ ભરી વ્હાલાજીની વાંસળી જો;
સ્વર સૂણતાંમાં ઠામ ન રહે પાંસળી જો!–સખી શ્યામને૦
વિરહ ભર્યો મધુર મોરલીનો સૂર છે જો;
એ તો વિવ્હળ કરે વનીતાનાં ઊર છે જો!–સખી શ્યામને૦
સુઝે કામ કાજ નાજ કશું ઘર તણું જો;
નથી ભાન રહેતું લોક લાજને ઘણું જો!–સખી શ્યામને૦
જઈ કુંજમાં મોહનજીને ઝાંખિયે જો;
પરીપૂર્ણ આજ પ્રેમરસ ચાખિયે જો!–સખી શ્યામને૦
ખરો પ્રેમરસ ભોગિ છે એ છેલડા જો;
હૃદયમળમાં રમી રહ્યો અલબેલડો જો!–સખી શ્યામને૦
સખી સાથ ગોપિ મધૂવન નીસરી જો;
નિર્ખિ નટવર, ઘર કેરિ વાત વીસરી જો!–સખી શ્યામને૦
રસિકરાય કહે કેમ આવિ ગોપિકા જો;
ગોપિ કહે કહાંન જાણિ કાં કરો ટિકા જો?!–સખી શ્યામને૦
વ્હાલે ઇચ્છા કીધી પૂર્ણ વ્રજનારની જો;
બલિહારિ વિજય ન્યારિ કુંજવિહારની જો!–સખી શ્યામને૦
સ્રોત
- પુસ્તક : વિજયવાણી (પૃષ્ઠ ક્રમાંક 268)
- સર્જક : વિજયશંકર કેશવરામ ત્રિવેદી
- વર્ષ : 1882