સજનડા શા સારૂ નાવે
sajanada sha saru nave
નર્મદ
Narmad
નર્મદ
Narmad
સજનડા શા સારૂ નાવે?
પિઉડા, દયા નવ લાવે? સજનડા... ટેક.
આવડૂં માન તો ધર્યૂં નવ કોદિ મેં;
રસિયા, બહૂ તલપાવે. સજનડા...
આવડૂં માન તો બિજિ કો ન રાખે;
રસિયા, પુછે નવ ભાવે. સજનડા...
ખરે તૂં જિત્યો ને પ્યારા હારી હૂં;
રસિયા, ગુમાન સમાવે. સજનડા...
તારા વગર હૂં પૂરી અંધી છૂં
રસિયા, રિબાઊં છું તાવે. સજનડા...
આતૂરને તૂં ચતુરો હોઈને;
રસિયા, કેમ તરસાવે. સજનડા...
ઓ પ્રાણેશ્વર સામૂં મારી જો;
રસિયા, બિજાં જન ચાવે. સજનડા...
વિનવે નર્મદા રોઈ રોઈને;
પિઉડા, હવે ઝટ આવે. સજનડા...
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 173)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
