sahyabo - Geet | RekhtaGujarati

સાહ્યબો મારો ગુલાબનો છોડ,

વેલી હું તો લવંગની,

ઊડશું જીવનમાં જોડાજોડ,

પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,

કેસરને ક્યારડે કસ્તૂરી ભળી.

રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,

મંજરી જેવી વસંતની.

સાહ્યબો સોહે કસુંબીનો રંગ :

ઓઢણી ઓઢી ઉમંગની.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 504)
  • સંપાદક : ચંદ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય પ્રકાશન
  • વર્ષ : 2021
  • આવૃત્તિ : બીજી સંવર્ધિત આવૃત્તિ