sagarne sapanun bhayun - Geet | RekhtaGujarati

સાગરને સપનું ભયું

sagarne sapanun bhayun

સુધાંશુ સુધાંશુ
સાગરને સપનું ભયું
સુધાંશુ

સાગરને સપનું ભયું,

જાણે અંતર ગગનાતલ થયું;

પાણી એનું રે જાણે ઊડીને આભે

તારક-ત્રિવેણીએ વહ્યું;

સાગરને સપને ભયું.

આભ ઊંચું ને એનું બિરદ ઊંચું,

એના માયલા સંતે ઘોર રાત સહ્યું;

વાદળ-દળ વળે, ધંધાનિલોયે ચડે,

અંતર દરપણ શું રહ્યું;

સાગરને સપનું ભયું.

અરે, સાગર જરી જહાજ હાલે ને

તારું કાળજું કરે ના તારું કહ્યું;

ગગન-ઝરૂખો દેખ ને,

તેં તો અંતરે અલખને છે લહ્યું,

સાગરને સપનું ભયું.

કહાં સાગર કહાં વ્યોમ વખંભર

સાગરે રૂપ જેનું સરી ગયું;

તપને એને હરિ સમરથિ વસો,

એના પ્રાણનું ખુલ્લું નાનું પયું;

સાગરને સપનું ભયું.

સ્રોત

  • પુસ્તક : સોહમ્ (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સર્જક : દામોદર ભટ્ટ ‘સુધાંશુ’
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1960