sagariyo soor pure - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાગરિયો સૂર પૂરે

sagariyo soor pure

સુધાંશુ સુધાંશુ
સાગરિયો સૂર પૂરે
સુધાંશુ

પૃથ્વી-કટિની મેખલાએ મરમરો,

સાગર હો! સનાતન રણકારે જી!

વસુધા ચડી રે નવરંગ નાચમાં,

નીરનેણાં અનિમેષ પલકારે જી!

અચલા નાચે ને સાગરિયો સૂર પૂરે

સંસાર સપાટી સભરા ભરપૂરે

જહાજ, નાવ, મછવા હંકારે જી!

અંતર-સમાધે એકઘોર એકતોર

સંગીતના ઝીંગોર ઝંકારે જી!

અચલા નાચે ને સાગરિયો સૂર પૂરે

કીધા છે એકમીટ એકતાર અંબારોને

ચલાચલ નજર કરે એકહારે જી!

મનખ્યો એક એવો મન એનું મૃત ગાળે

જીવ એનો વિ-રાગ સંતારે જી!

અચલા નાચે ને સાગરિયો સૂર પૂરે

સ્રોત

  • પુસ્તક : સોહમ્ (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સર્જક : દામોદર ભટ્ટ ‘સુધાંશુ’
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1960