sadho, ranka so narbanka - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાધો, રંકા સો નરબંકા

sadho, ranka so narbanka

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સાધો, રંકા સો નરબંકા
હરીશ મીનાશ્રુ

સાધો, રંકા સો નરબંકા

ભાલે નહીં કોઈ તેજતિલક કે નહીં કોઈ કલિકલંકા

સહજ પલીતો ચાંપો ને

ભડકા ઊઠે તે ભગતિ

પ્રકાશવેગે ક્યાંની ક્યાં

પહોંચાડે કેવળ અગતિ

કનકબોર ચાખે કિરાતિની, બળે કથીરની લંકા

રાંક થઈને રહીએ તો

તુલસીદલ પર પોઢાડે

ખરબચડી ઓછાડ નહીં

આકાશ સકલ ઓઢાડે

પિપીલિકા ઘનઘોર બજાવે અષ્ટપ્રહારના ડંકા

સ્રોત

  • પુસ્તક : પદપ્રાંજલિ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004