sadho, kagad kalam siyahi - Geet | RekhtaGujarati

સાધો, કાગદ કલમ સિયાહી

sadho, kagad kalam siyahi

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સાધો, કાગદ કલમ સિયાહી
હરીશ મીનાશ્રુ

સાધો, કાગળ કલમ સિયાહી

આ ત્રેખડમાં મુરશિદ ટપક્યા, મચ ગઈ તેજતબાહી

અમે ગ્રંથના ગ્રંથ આળખ્યા

એક્ ચોખાને દાણે

દેખ્યું તે લેખ્યું : લખલખતી

અલખની જોત લખાણે

ભાવપુરુષ ને ભાષા જો ખેલે છે ચોરસિપાહી

અમે બીજને હુકમ કર્યો તો

વૃક્ષ ખીલ્યું તત્કાળે

સ્હેજ ઈશારો કર્યો ના કર્યો

વસંત બેઠી ડાળે.

શબ્દ થકી આ વિશ્વ વિલસ્યું, દેશે સુરત ગવાહી

સ્રોત

  • પુસ્તક : પદપ્રાંજલિ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004