સાધો, ભરવૈશાખે તાપે
સંત કેવડાની કરવતથી ગરદન નમણી કાપે
અબઘડી ઊભા હો તે સ્થળનું
પાડો નામ બનારસ
અડતાંવેંત પ્રજાળી મૂકે
એ પળ સમજો પારસ
હરિ છાપ્યા હૈયે તો મિથ્યા દુવારિકાની છાપે
આંખ ચૂઈ કે ઢળી ગઈ
અભિયંતર અમરતકુપ્પી
શબદ એક ભીતર ગાજે
તો બડી સબનસે ચુપ્પી
સમદરનાં નહીં, મરજીવા મોતીનાં પાણી માપે
sadho, bharawaishakhe tape
sant kewDani karawatthi gardan namni kape
abaghDi ubha ho te sthalanun
paDo nam banaras
aDtanwent prjali muke
e pal samjo paras
hari chhapya haiye to mithya duwarikani chhape
ankh chui ke Dhali gai
abhiyantar amaratkuppi
shabad ek bhitar gaje
to baDi sabanse chuppi
samadarnan nahin, marjiwa motinan pani mape
sadho, bharawaishakhe tape
sant kewDani karawatthi gardan namni kape
abaghDi ubha ho te sthalanun
paDo nam banaras
aDtanwent prjali muke
e pal samjo paras
hari chhapya haiye to mithya duwarikani chhape
ankh chui ke Dhali gai
abhiyantar amaratkuppi
shabad ek bhitar gaje
to baDi sabanse chuppi
samadarnan nahin, marjiwa motinan pani mape
સ્રોત
- પુસ્તક : પદપ્રાંજલિ (પૃષ્ઠ ક્રમાંક 42)
- સર્જક : હરીશ મીનાશ્રુ
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 2004