sadho, ame shabadna jogi - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાધો, અમે શબદના જોગી

sadho, ame shabadna jogi

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સાધો, અમે શબદના જોગી
હરીશ મીનાશ્રુ

સાધો, અમે શબદના જોગી

અષ્ટપ્રહર આલિંગન તોય અમે તો પ્રખર વિયોગી

કલ્પવૃક્ષની છાંયે ઊભા

તોય આકરો તડકો

સ્વર્ણ થવા નિજ વર્ણ વિદારી

શીદ પારસને અડકો

ક્ષણ જે સિદ્ધ કરે તે સાચું, હોની હોય સો હોગી

ક્ષુધા સમેટી ધાન્ય રચું ને

તૃષા સમેટી મેહા

નિજને સાવ સમેટું ત્યાં તો

નીતરે પરમ સનેહા

હરિ ચૂંટે બદરિફળ : બોલો, શબરી, કબ આવોગી

સ્રોત

  • પુસ્તક : પદપ્રાંજલિ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004