sachakalun mhalyan’tan - Geet | RekhtaGujarati

સાચકલું મ્હાલ્યાં’તાં

sachakalun mhalyan’tan

પ્રફુલ્લ પંડ્યા પ્રફુલ્લ પંડ્યા
સાચકલું મ્હાલ્યાં’તાં
પ્રફુલ્લ પંડ્યા

પિકનિકમાં આપણે પાંચવાર ગ્યાં’તાં

પણ પિકનિકમાં પહોંચ્યાં’તાં એકવાર...

એકવાર આપણે સાચુકલું મ્હાલ્યાં’તાં

સાચુકલું મ્હાલ્યાં’તાં એકવાર

એકવાર આંખોએ જોયું છે એટલે

બસ મેઘધનુષ્ય મનમાં ચીતરાતું

સાચું કહું તો આજ આખું યે આભ

મારી ઉપરથી દૂર સરી જાતું

આભનો ઉમંગ કોઈ મનનો તરંગ થઈ

ઉડતો જોયો છે મેં એકવાર...

એકવાર ઉડે છે જે કોઈ આકાશમાં

એને પાંખોનુ ફૂલ ખીલે

જેને ઉડવાનું ફૂલ ખીલે માણસને

એવું કોણ હોય જે ઝીલે?

ઝીલેલું હોય જેણે આખું આકાશ

એને આખું આકાશ ગમે એકવાર

સ્રોત

  • પુસ્તક : લયનાં ઝાંઝર વાગે (પૃષ્ઠ ક્રમાંક 164)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.
  • વર્ષ : 2021