saanvariyo re maaro saanvariyo (vhalbaavariinun giit) - Geet | RekhtaGujarati

સાંવરિયો રે મારો સાંવરિયો (વ્હાલબાવરીનું ગીત)

saanvariyo re maaro saanvariyo (vhalbaavariinun giit)

રમેશ પારેખ રમેશ પારેખ
સાંવરિયો રે મારો સાંવરિયો (વ્હાલબાવરીનું ગીત)
રમેશ પારેખ

સાંવરિયો રે મારો સાંવરિયો

હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો!

મને પૂછો કે ઘર મારું કેવડું

મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી

મારી આંખો તો છેલજીને જોતી

જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં

એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું

મારા મનનું ગુલાલ જેવું ગાણું

જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો!

સ્રોત

  • પુસ્તક : છ અક્ષરનું નામ (પૃષ્ઠ ક્રમાંક 603)
  • સર્જક : રમેશ પારેખ
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
  • વર્ષ : 1995
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ