રેંટિયો-૨
Retiyo 2 jo
નભૂલાલ દ્યાનતરાયજી દ્વિવેદી
Nabhulal Dyanatrayji Dwivedi
(રાગ – સોરઠ)
ઘરમા રહી રોળાગણ કાંતે રૂડો રેંટુડો રે;
ક્ષણુ ક્ષણુ કાંતે કાંતે રૂડો રેંટુડો રે. ટેક
તોરાણઆમાં ત્રાંક ત્રવેણી, સુષુમણા શશી સુર સાથે;
ગુણ ગ્રહી એમ લાભ ઘણેરો, ગ્રહી મન માકડલી હાથે. ઘરo ૧
પાંચ તત્વની પ્રોઢ પાટલી, દશે દામણે દોરી;
અચળ માંચી સુરતા સોહાગણ, બેઠી ગુણનીધિ ગોરી. ઘરo ૨
મુળકુંડળની માળ મનોહર, શબ્દ સનેહે ઊંજે;
લોભ મોહનો લોટ પૂર્યો, જુગત ઘણેથી ઝુઝે. ઘરo ૩
સુતર સકળ સીદ્ધી સાંપડતાં, ઉણી આંટી વાળી;
નભૂસખી મૂલ ઘણેરૂં આવે, હરિજન હરખે ભાળી. ઘરo ૪
સ્રોત
- પુસ્તક : નભૂવાણી (પૃષ્ઠ ક્રમાંક 69)
- સર્જક : નભૂલાલ દ્યાનતરાયજી દ્વિવેદી
- પ્રકાશક : ભટ્ટ નરભેરામ પ્રાણશંકર ગોગા
- વર્ષ : 1903