rawji - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રાવજી, અધવચ આંબા વેડ્યા

રાવજી, ધોરી મારગ ખેડ્યા

રાવજી, લીલાં પાણી ભરિયાં

રાવજી, વેણીનાં ફૂલ ખરિયાં

રાવજી, વાયદો કીધો ખોટો

રાવજી, અંધારું ગલગોટો

રાવજી, પાંપણને પલકારે

રાવજી, રાત હવે નહિ હાલે

રાવજી, જીભ કુંવારી કૂજે

રાવજી, સાવિત્રી વડ પૂજે

રાવજી, આભે પોયણી રીઝી

રાવજી, શબ્દે પાંખો વીંઝી

રાવજી, વાત હતી સાચી

રાવજી, કાયા માટી કાચી.

સ્રોત

  • પુસ્તક : કિમપિ (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સર્જક : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : આર. આર. શેઠ
  • વર્ષ : 1983