ratri - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રજનીનો પાલવ ફરકે ધીરે,

શ્યામલ સરિતાનીરે..

રજનીનો પાલવ ફરકે ધીરે.

ઝંપ્યાં પંખી તરુવરડાળે.

ઝંપી જ્યોત્સ્ના સરવરપાળે,

રજનીગંધા મહેકે મીઠી.

શીતલ શાન્ત સમીરે,

રજનીનો પાલવ ફરકે ધીરે.

પોઢ્યા ભ્રમર કુસુમદલસંગે,

ઝંપી રમણી દયિત–ઉછંગે,

આતુર કુમુદિની આજ ઉમંગે

ચંદ્ર–સુધારસ ઝીલે,

રજનીનો પાલવ ફરકે ધીરે.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981