mhenk - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હું તો સપનાની મ્હેંક પીતી,

નીંદર નહિ, કામળી ઠેલું દૂર

તો મૂંગી રાત મને જાય જીતી... હું.

શ્વાસને તાણી રાખું

હૂંફાળ સોડમાં હું અકબંધ,

તેણમાં ભીની વાત ને

આડશ પાંપણ કેરા બંધ;

હોઠ તો બીડ્યા એમ કે છાને

અમથી નહિ કો’ક ઝરી જાય ગીતિ... હું.

રાતરાણીની ગંધ કે

બાહુબંધમાં લીધું વ્યોમ,

ઘરમાં પાડી પગલી ને

લઘુ, સૂંઘતો કશુંક, સોમ;

કેવડિયાની ટશરોમહીં સરતા

સરપ જેમ પળો જાય વીતી... હું.

સ્રોત

  • પુસ્તક : – અને ભૌમિતિકા (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : ભીખુ કપોડિયા
  • સંપાદક : ચંદ્રમૌલિ પ્રકાશન
  • વર્ષ : 1988